તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 25th June 2024
આજે ‘કટોકટી'ની કડવી યાદોનો દિવસ : રાજુભાઇ ધ્રુવ
પ૦ વર્ષ પહેલા સત્તા લાલસા માટે કટોકટી લાદી, કોંગ્રેસે વિશ્વની સૌથી મોટી અને ભારતીય લોકશાહી-બંધારણને કાળ કોટડી-જેલમાં પૂર્યા હતા

રાજકોટ, તા. રપ : આજે ૨૫ જુનનો દિવસ દેશમાં લાદવામાં આવેલી કટોકટીની કડવી યાદોનો કાળો દિવસ છે. કોંગ્રેસે લગાવેલી કટોકટીને ૫૦ વર્ષ પુરા થઇ રહ્યા છે ત્યારે ભાજપના સૌરાષ્ટ્ર ભાજપના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે એક નિવેદનમાં જણાવ્યું છે કે, ભારત ની મહાન લોકશાહી તથા બંધારણીય અધિકારો,લોકતાંત્રિક મૂલ્યો ને જોખમ માં મૂકી સર્વસત્તાધીશ બનવા ના મેલા મનસૂબા સાથે ૨૫ મી જૂન, ૧૯૭૫ ના રોજ શ્રીમતી ઇન્દિરા ગાંધી દ્વારા, કોઇપણ જાતના કા૨ણ વગ૨, માત્ર પોતાની સત્તા બચાવવા દેશમાં કટોકટી લાદી દીધી હતી.
૨૫ મી જૂન, ૧૯૭૫ ના દિવસે કટોકટીએ દેશને સ્તબ્ધ બનાવી દીધો હતો. લોકાના મૂળભૂત અધિકારોમિટાવી દેવાયા, અખબારોને ગળાચીપ દેવાઇ, અદાલતોને પાંગળી બનાવી દેવાઇ, સંસદને નિષ્ક્રિયબનાવી દેવાઇ, રા.સ્વ.સંઘ ઉપર પ્રતિબંધ લાદી દેવાયો, વિપક્ષી અને વિરોધી રાજકીય નેતાઓને જેલનાસળિયા પાછળ ધકેલી દેવાયા અને ૬૦ કરોડ લોકોના આઝાદ રાષ્ટ્રને રાતોરાત ગુલામીના અંધકારયુગમાં ધકેલી દેવાનું ‘મહાપાપ' આ કોંગ્રેસે કર્યુ હતું.
શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિરુદ્ધ અલ્હાબાદ હાઇકોર્ટનો ચુકાદો તો કટોકટી લાદવા માટેનું મુખ્ય પરિબળ છે જ, પરંતુ આ ચુકાદા પહેલાં પણ શ્રીમતી ગાંધી સામે અનેક પડકારો ઊભા થયા હતા. ‘ગરીબી હટાઓ'ેઁના સૂત્રથી પ્રભાવિત થઇ પ્રજાએ તેમને સત્તાનાં સૂત્રો સોંપ્યાં હતાં, પરંતુ મોંઘવારીની ભીંસમાં સામાન્ય નાગરિક વધુ ને વધુ ભીંસાતો જતો હતો. સરકારી તંત્રમાં બેફામ ભ્રષ્ટાચારે માઝા મૂકી હતી. કોંગ્રેસનો આંતરિક વિખવાદ પણ ચરમસીમાએ હતો.
કટોકટી કાળમાં કોંગ્રેસે નૈતિકતાના અને માનવીય વ્યવહારનાં તમામ ધોરણોને નેવે મૂકી દીધાં હતાં. કટોકટી દરમ્યાન કોંગ્રેસી સરમુખત્યાર શાસકોએ સંઘ જનસંઘના કાર્યકર્તાઓ સાથે જે અમાનવીય વ્યવહા૨ અને ઘાતકી જુલ્મો આચર્યા હતા તે જોઇને આઝાદી જંગના શહીદોની યાદ તાજી થઇ જાય છે.
જનસામાન્ય સુધી કટોકટી દૂર કરી દેશ ની લોકશાહી બચાવવા માટે સંઘર્ષનો સંદેશ પહોંચાડવો એ એક પડકાર હતો. કારણ કે, અખબારો ૫૨ કડક સેન્સ૨શીપ લાગુ હતી. આ પડકારને પહોંચી વળવા ‘‘ભૂગર્ભ પ્રકાશન'' નું હથિયાર કામ આવ્યું. અનેક સ્વયંસેવકોના ઘેર ગુપ્ત મુદ્રણાલયો ચાલ્યાં દેશમાં બધી જગ્યાએ બધી જ ભાષામાં જુદા જુદા નામે સાપ્તાહિક, સમાચાર પત્રો, નિયમિતપણે પ્રકાશિત થતાં રહ્યાં. સ્વયંસેવકો ગુપ્તપણે, વેશપરિવર્તન કરીને પણ પત્રિકાઓનું વિતરણ કરતા હતા.
કટોકટી દરમ્યાન કોંગ્રેસના સરમુખત્યારશાહી ભોગવતા ઇન્દિરા ગાંધીએ સંસદના પવિત્ર મંદિરમાં જે પાપ આચર્યુ તે અક્ષમ્ય છે. વર્ષ ૧૯૭૫ માં સંસદમાં પ્રથમ મોનસૂન સત્રમાં સ૨કારે ૩૯ મું સંવિધાન સંશોધન વિધેયક પસાર કરાવી લીધું. આ વિધેયક દ્વારા મીસાને વધુ ભયાનક બનાવવામાં આવ્યું.
કટોકટી દરમ્યાન ગુજરાતમાં બાબુભાઇ જશભાઇ પટેલના મુખ્યમંત્રી પદ હેઠળની બીન કોંગ્રેસી સરકાર કાર્યરત હતી. ભાજપના પુરોગામી જનસંઘ સહિત અન્ય દળ ની સયુંકત સરકાર ગુજરાત માં શાસન કરી રહી હતી તેથી કેન્દ્ર કોંગ્રેસી સરકાર હોવા છતાં ગુજરાત માં જ્યાં સુધી જનતા-જનસંઘ ની સરકાર હતી ત્યાં સુધી પ્રજા નું કાળી કારમી કટોકટી સામે રક્ષણ કર્યું હતું.
કટોકટી દરમિયાન ૨૫ જૂન, ૧૯૭૫ કટોકટી લાદયા બાદ દેશભરમાં મૂલ્યનિષ્ઠ રાજનેતાઓ- વિપક્ષીય નેતાઓને જેલ ભેગા કરી દીધા. સરકાર વિરૂધ્ધ બોલનારને મીસાના કાળા કાયદા હેઠળ કાળ કોટડીમાં પૂરી દીધા. પોલીસ અને શાસને દેશભરમાં હાહાકાર મચાવી દીધો. જાણે દેશ અંધકાર યુગમાં ચાલ્યો ગયો ! આવા સમયે ગુજરાતમાં બીનકોંગ્રેસી સરકાર હોવાથી કટોકટી સામેના આંદોલનનું મુખ્ય કેન્દ્ર બની ગયું. ગુજરાતમાંથી કટોકટી સાથેના સંઘર્ષ કરનારાઓને મોકળું મેદાન મળી ગયું.
આ વાત ઇન્દિરા ગાંધીને આંખમાં કણાની જેમ ખૂંચતી હતી. અંતે લોકો દ્વારા ચૂંટાયેલી બાબુભાઇ જશભાઇ પટેલની સરકારને કલમ ૩૫૬ મુજબ સુ૨૫સીડ કરી નાંખી. કોઇપણ જાતના કારણ વગર બીનલોકશાહી ઢબે લોકશાહી ઢબે ચુંટાયેલી સરકારને ઘેર બેસાડી દીધી બાબુભાઇ પટેલે તા. ૦૯-૦૬-૧૯૭૫ થી તા. ૧૨-૦૩-૧૯૭૬ સુધી માંડ શાસન કર્યુ તા૧૨-૦૩-૧૯૭૬ થી તા. ૨૪-૧૨-૧૯૭૬ સુધી કેન્દ્ર સરકારે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દીધું.
ગુજરાતના અનેક અખબારોએ ગુંગળામણના આવા સમયે પણ ભૂગર્ભ પ્રકાશન દ્વારા લોકો સુધી સાચા સમાચાર પહોંચાડી, પોતાનો અખબારી ધર્મ નિભાવ્યો હતો કટોકટીના કાળા કાયદા ‘‘મિસા' હેઠળ દેશના અગ્રગણ્ય રાજકીય પક્ષો ના હજારો આગેવાનો ને જેલ માં પૂરવા માં આવેલ હતા.
કટોકટી દરખ્યાન વધુમાં વધુ જો કોઇને સહન કરવાનું આવ્યું હોય તો તે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને તથા જનસંઘ ને ભાગે આવ્યું. કટોકટીકાળ દરમ્યાન સંઘની પ્રવળતિ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો. કુલ ૧,૩૦,૦૦૦ સત્યાગ્રહીઓ પૈકી ૧,૦૦,૦૦૦ કરતાં વધુ સંઘપરિવાર -રા.સ્વ.સંઘના જનસંઘ (ભાજપ) હતા. ‘‘મીસા'' નીચે ગિરફતાર થયેલા ૩૦,૦૦૦ અટકાયતીઓમાંથી ૨૫,૦૦૦ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ-સંઘપરિવારના હતા.
કટોકટીના ઓગણીસ મહિના સુધી સેંકડો રાજનેતાઓ, સંઘના આગેવાનો, પત્રકારો વગેરેએ ભૂર્ગભવાસ સેવી કટોકટી સામે લડત ચલાવેલ. આમાં એક અગ્રેસર નામ છે નરેન્દ્રભાઇ મોદીનું. કટોકટી દરમિયાન ભૂગર્ભ પ્રવળત્તિ કઇ રીતે ચાલતી તેની વાતો શ્રી નરેન્દ્રભાઇ મોદી લીખિત પુસ્તક ‘‘સંઘર્ષમાં ગુજરાત''માં તલસ્પર્શી રીતે આલેખાઈ છે. કલ્પનાં કરતાં સત્ય વધુ રોમાચંક હોયએ વાતની પ્રતીતિ કરાવતી આ સંઘર્ષ કથાના લેખક આજીવન લડવૈયા અને આજના યશસ્વી લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ પોતે સંઘર્ષકાળનાં કુશળ સંગઠક અને કટોકટી સામેની લડાઈ માં નિરીક્ષક એમ બેવડી ભૂમિકા ભજવતા. ‘‘સંઘર્ષમાં ગુજરાતઙ્ઘ પુસ્તક જાત અનુભવથી રંગાયેલું છતાં પરિસ્થિતિનું મૂલ્યાંકન કરે તેવું છે. શ્રી નરેન્દ્રભાઇ મોદીનું આ પુસ્તક સંઘર્ષના ઇતિહાસમાં ગુજરાતને મહત્વ ના દસ્તાવેજનું અને સંઘર્ષ-યુદ્ધકથાનું બંનેનું અમૂલ્ય પ્રદાન કરે છે.
શ્રી નરેન્દ્રભાઇ મોદી લીખીત પુસ્તક સંઘર્ષમાં ગુજરાત કે જેમાં કટોકટીની સંઘર્ષગાથા આલેખાઇ છે. તેમનું પુસ્તક પ્રગટ થતાં જ તેની બધી જ પ્રતો ચપોચપ વેંચાઇ ગઇ હતી. કટોકટીનાં કાળમીંઢ અંધકારમાં દીવાદાંડી બની રહેલાં સંઘ અને બીજી સંસ્થાઓના સંઘર્ષની કથા વાંચતા લેખક નરેન્દ્રભાઈ ના સ્વરૂપ માં એક કુશળ ઇતિહાસકારની દ્રષ્ટિનો સહજ અનુભવ થાય છે.
કટોકટીના બે મહિના પછી લંડનમાં ભારતની સ્થિતિ અંગે એક વિચારગોષ્ઠીનું આયોજન થયેલ આ આયોજન ‘ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટયુટ ફોર સ્ટ્રેટજીક સ્ટડીઝ'ઙ્ઘ દ્વારા કરવામાં આવેલ, જેમાં લંડન વિશ્વ વિધાલયના પીટર લાયને પોતાના પ્રવચનમાં કહ્યું હતું કે, ઙ્કશ્રીમતી ઇન્દિરા ગાંધી દ્વારા લેવામાં આવેલ કટોકટીનું આ પગલું તેમના માટે રાજનૈતિક પતન સમાન પુરવાર થશે.રાજુભાઈ ધ્રુવે અંતમાં કહ્યું છે કે, આ ભવિષ્યવાણી સાચી પડી છે અને આજે કોંગ્રેસ ને પ્રજાએ ધૂતકારી સત્તા થી દુર કરી હોવાનું અંતમાં રાજુભાઇ ધ્રુવે જણાવ્યું છે.
(3:42 PM IST)










