તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 25th June 2024
કાલે કલેકટરનું મહેસુલ અપીલ બોર્ડઃ TRP ગેમ ઝોનની જમીનમાં શરતભંગ અંગે ખાસ સુનાવણી
TRPના જમીન માલીકો આવશે કે તેમના વકીલ તે અંગે ભારે ઉતેજના... મહેસૂલ અપીલમાં ૩૮ કેસોઃ મોટા ભાગના સામાન્ય તકરારીના કેસો..

રાજકોટ તા. રપ :.. આવતીકાલે રાજકોટ જીલ્લા કલેકટર શ્રી પ્રભવ જોષીનું મહેસૂલ અપીલનું બોર્ડ મળશે, જેમાં કુલ ૩૮ કેસો અંગે સુનાવણી થશે. આ કેસોમાં મોટાભાગના સામાન્ય તકરારીના કેસો હોવાનું સાધનો જણાવી રહ્યા છે, અરજદારો - વકીલો ઉમટી પડશે.
દરમિયાન આ મહેસૂલ અપીલના બોર્ડમાં કાલે રાજકોટના ભયાનક ટીઆરપી ગેમ ઝોન દુઘર્ટના કાંડની ૧પ હજાર ચો. મી. જમીન ઉપર શરત ભંગ અંગે કલેકટરે પヘમિ મામલતદારના નોટીસ બાદ કાલે સવારે ૧૧ વાગ્યે પ્રથમ મુદતની સુનાવણી થનાર હોવાનું અધિકારી સૂત્રોએ ઉમેર્યું હતું.
સાધનોએ જણાવેલ કે આ ટીઆરપી ની ઝોનની જમીનના માલીકો આવશે કે તેમના વકીલ આવીને વકીલાત પત્ર ભરશે તે અંગે હાલ કોઇ જાણકારી નથી... પરંતુ ટીઆરપી ગેમ ઝોનની જમીનની શરત ભંગની સુનાવણી અંગે ભારે ઉતેજના છે.
(3:46 PM IST)










