<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th June 2024

દાસી જીવણપરામાં પૈસાની ઉઘરાણી પ્રશ્‍ને યુવાન પર હુમલો કરનારા ૪ ઝડપાયા

ક્રાઇમબ્રાંચના કોન્‍સ.હરપાલસિંહ જાડેજા અને મહેશભાઇ ચાવડાની બાતમી

રાજકોટઃ નાનામવા રોડ પર દાસી જીવણપરામાં પૈસાની ઉઘરાણી પ્રશ્‍ને દેવરાજ અનીલભાઇ ડોડીયા(ઉ.વ.૨૭) (રહે.લક્ષ્મીનગર શેરી નં.૩/૬) સાથે ચાર શખ્‍સોએ ઝઘડો કરી છરી અને ધોકા વડે હુમલો કરતા માલવીયાનગર પોલીસ મથકમાં ફરિયાદ થઇ હતી. દરમ્‍યાન ક્રાઇમબ્રાંચના કોન્‍સ.હરપાલસિંહ જાડેજા અને મહેશભાઇ ચાવડાને બાતમી મળતા મારમારીના ગુનામાં સામેલ લક્ષ્મીનગર શેરી  નં.૩ના હાર્દિક ભુપતભાઇ ભટ્ટ(ઉ.વ.૨૬) મવડી રોડ શ્રીનાથજી સોસાયટી શેરી નં.૧ના પાર્થ ઉર્વીકભાઇ મહેતા(ઉ.વ.૨૧), વિશ્વનગર શેરી નં.૯ના રાજેશ ઉર્ફે રાજ અનીલભાઇ સગપરીયા(ઉ.વ.૨૩) અને લક્ષ્મીનગર શેરી નં.૪ના યશ રાજેશભાઇ મહેતા(ઉ.વ.૨૪)ને પકડી લઇ માલવીયાનગર પોલીસને સોંપ્‍યા હતા.

આ કામગીરી પીઆઇ એમ.આર. ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એ.એસ.ગરચર, હેડકોન્‍સ.અનીલભાઇ સોનારા, કોન્‍સ.મહેશભાઇ, હરપાલસિંહ, હરદેવસિંહ, અશ્વીનભાઇ દ્વારા કરવામાં આવી હતી

(3:57 PM IST)