તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 25th June 2024
છેલ્લા ૫૩ વર્ષોથી FBIની ઊંઘ ઉડાડનાર એક રહસ્યમય સ્કાયજેકર

આજથી આશરે ત્રેપન વર્ષો પહેલાની આ વાત છે. તકોની ભૂમિે તરીકે જગ વિખ્યાત થયેલી મહાસત્તા અમેરિકાની મુક્ત વિચારસણી ધરાવતી સ્વાતંત્રય ભૂમિ પર ઘટવા પામેલી આ એક કમનસીબ સત્ય ઘટના છે.
સીતેરના દસકની સાલ ૧૯૭૧ના નવેમ્બર મહિનાની ૨૪મી તારીખ નો એ ગોઝારો દિવસ હતો. પヘમિ અમેરિકા, પヘમિ મેક્સિકો અને પヘમિ કેનેડાના વિસ્તારોને આવરી લેતા PST એટલે કે પેસિફિક સ્ટાન્ડર્ડ ટાઈમ મુજબ ત્યાંના સમય અનુસાર કલાક ૧૩.૩૦ મિનિટ એટલે કે બપોરના આશરે એક વાગ્યાને ત્રીસ મિનિટનો સમય થયો હતો.
અમેરિકાના ઓરેગન રાજયના પોર્ટલેન્ડ શહેરથી ટેક ઓફ કરીને વોશિંગટન સ્ટેટના સિએટલ શહેર સુધી ઉડાન ભરનારી બોઇંગ ૭૨૭ ની ફલાઇટ નંબર ૩૦૫ ના તમામ પેસેન્જરોને તેમના લગેજ સાથે ચેક ઈન કરવાની એનાઉન્સમેન્ટ એરપોર્ટના માઈક પરથી થઇ ચુકી હતી. આજના લેટેસ્ટ ટેક્નોલોજીથી સુસજ્જ એવા એકવીસમી સદીના અતિ આધુનિક યુગમાં કોઈપણ વ્યક્તિને હવાઈજહાજમાં બેસીને ડોમેસ્ટિક ફલાઈટની મુસાફરી કરવા માટે પણ કેટલાયે પ્રકારની ચેકીંગ પ્રક્રિયા અને વિવિધ પ્રકારની સિક્યુરિટીની પ્રણાલીમાંથી પસાર થવું પડે છે.
એરપોર્ટમાં અંદર ચેક-ઇન કરવા માટે એરપોર્ટ પર પહોંચ્યા પછી ગેઇટ પરની સિક્યોરિટીને જર્ની માટેનો લેટર, પાસ કે પ્રૂફ બતાવીને એરપોર્ટ લોંજમાં પ્રવેશવું પડે છે અને ત્યારપછી જે તે એરલાઇન્સના કાઉન્ટર પરના એટેનડન્ટ સમક્ષ પોતાની સાચી ઓળખ આપવા માટે ઓરિજિનલ વેલીડ આઈ.ડી. પ્રૂફ એટ્લે કે ઓળખ કાર્ડ બતાવી આઈ.ડી વેરિફિકેશન કરાવવું પડે છે અને ત્યારબાદ બોર્ડિંગ માટેનો પાસ મેળવી મેટલ ડિટેક્ટરમાંથી પસાર થવું પડે છે અને પોતાની સાથેનો અમુક કિલોગ્રામ સુધીનો સમાન એટેલે કે બેગેજ, લગેજ, હેંડબેગ કે સાથેની દરેક વસ્તુઓને ડ્યુઅલ-એનર્જી એક્સ-રે સિસ્ટમ તરીકે ઓળખાતા એક્સ-રે સિસ્ટમમાંથી પસાર કરવું પડે છે કે જયાં કન્વેયર બેલ્ટ દરેક વસ્તુને એક્સ-રે મશીનની પાછળ લઈ જઈ તેમનું સ્કેનિંગ કરે છે અને તેનો એક્સ-રે પોસિટિવ આવ્યા પછીજ તમારો લગેજ ફલાઇટમાં ચડાવવા માટેની પરવાનગી આપે છે.
એકસ-રે કરાયેલો તમારો હેન્ડ બેગ તમોને ફલાઇટમાં સાથે લઈ જવાની પરવાનગી સાથે તમોને પરત આપવામાં આવે છે અને પછીજ તમોને તમારા ફલાઇટ નંબર, સીટ નંબર અને પ્રસ્થાન કરવાનો નિર્ધારિત સમય તેમજ ફલાઇટની વિગતો સાથેનો બોર્ડિંગ પાસ આપીને તમોને ફલાઇટમાં બેસવા માટે હવાઈજહાજ તરફ આગળ વધવા દેવામાં આવે છે. આમ એરપોર્ટ પર તમારી અને તમારા લગેજની સંપૂર્ણપણે ચેકિંગ અને સિક્યોરિટીને લગતી બધીજ પ્રણાલીકાઓને સંતોષભેર પુર્ણ કર્યા પછીજ તમને તમારી ફલાઇટ સુધી પહોંચવા દેવામાં આવે છે.
આ તો થઈ આજના અતિ આધુનિક યુગના પ્લેન બોર્ડ કરવાની સુરક્ષા પ્રણાલિની વાત પરંતુ આજથી આશરે પાંચ દાયકા પહેલાના સિતેરના દશકમાં અમરિકામાં ડોમેસ્ટિક ફલાઇટોની મુસાફરી કરવા માટે એ વખતે કોઈપણ જાતની સિક્યુરિટી ચેકીંગ કે આઇડેન્ટિટી ચેકીંગની સુવિધાજ નહોતી અને તમે સીધાજ એરપોર્ટમાં દાખલ થઈને ટિકીટ કાઉન્ટર પરથી તમારી લાગુ ફલાઇટની ટિકિટ ખરીદીને કોઈપણ જાતના આઇડેન્ટિટી પ્રૂફ આપ્યા વગર કોઈપણ જાતની તપાસ કે સિકિયોરિટી ચેકિંગની પ્રણાલીમાંથી પસાર થયા વગર ટિકિટ ખરીદવા માટે માત્ર તમારું નામ આપીને સીધાજ પ્લેનમાં બોર્ડ કરી શકતા હતા.
એ વખતના આજથી આશરે પાંચ દાયકા પહેલાના એ યુગના નાગરિક અને લશ્કરી એરપોર્ટ તરીકે સંયુક્તપણે સેવા બજાવતા અમેરિકા ના ઓરેગોન રાજયના પોર્ટલેન્ડ શહેર ખાતે આવેલા સ્ટેટના સૌથી મોટા પોર્ટલેન્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ટેક ઓફ કરીને વોશિંગટન સ્ટેટના સિએટલ સિટીના પેસિફિક નોર્થવેસ્ટના સૌથી મોટા અને ઉત્તર અમેરિકાના ૮માં સૌથી મોટા એવા ટાકોમા ઇન્ટરનેશનલ એરપોર્ટ તરફ ઉડાન ભરનારી બોઈંગ ૭૨૭ની ફલાઇટ નંબર ૩૦૫ના તમામ પેસેન્જરોને ફલાઇટ સુધી પહોંચવાની એનાઉન્સમેન્ટ પોર્ટલેન્ડ એરપોર્ટ પર વારંવાર થઇ રહી છે. પોર્ટલેંડ થી સિએટલ સુધી માત્ર ૧૪૫ માઈલ એટ્લે કે ૨૭૯ કિલોમીટરનું હવાઈ અંતર કાપીને માત્ર ત્રીસજ મિનિટમાં તેના ડેસ્ટિનેશન સુધી પહોંચનારી આ ડોમેસ્ટિક ફલાઈટમાં મુસાફરી કરનારા દરેક મુસાફર પોતાના લગેજ, બેગેજ કે હેન્ડ બેગ સાથે લઈને ફલાઇટ કાઉન્ટર પર જવા માટે આગળ વધી રહ્યા છે.
આ બધાજ પેસેન્જરોમાં બિઝનેસમેન જેવા લાગતાં પોષકમાં સફેદ શર્ટ, બ્લેક પેન્ટ, પાતળી કાળી ટાઈ, કાળા અથવા ભૂરા બિઝનેસ સૂટ અને બ્રાઉન શૂઝમાં સુસજ્જ થયેલો ગોર વર્ણનો, કાળા વાળ અને ભૂરી આંખો વાળો ચાલીષેક વર્ષની આધેડ ઉમરનો આશરે ૮૦ કિલોગ્રામ વજન અને ૧૮૦ સે.મી.ની હાઇટ ધરાવતો કાળા રંગના ગોગલ્સ પહેરેલો અને એકદમ શાંત સ્વભાવના દેખાતા એક છ ફૂટ લાંબા શખ્સે નોર્થવેસ્ટ ઓરિએન્ટ એરલાઇન્સના ટિકીટ કાઉન્ટર પર જઈને ત્યાંના ફરજ પરના એટેન્ડેન્ટને પોતાનું નામ ડેન કૂપર બતાવ્યુ અને પોર્ટલેન્ડથી સીએટલ જનારી બોઈંગ ૭૨૭ ની ૧૪.૫૦ એટ્લે કે બપોરના બે વાગ્યા ને પચાસ મિનીટના નિર્ધારિત સમયની ફલાઇટ ૩૦૫ની એક વન-વે ટિકિટ રોકડા ૨૦ ડોલર આપીને ખીરીદી અને પોતાની સાથેના બ્રીફકેસ અને બ્રાઉન પેપર બેગ લઈને અન્ય પેસેન્જરોની સાથે તે ફલાઈટમાં ઓન બોર્ડ થઈ ગયો.
આ ફલાઈટમાં માત્ર ૩૬ પેસેન્જરો અને ૬ ક્રૂ મેમ્બરોને મળીને કુલ ૪૨ લોકો બેઠા હતા પરંતુ એ શખ્સ જાણીબુઝીને પ્લેનની છેલ્લી રોમાં સીટ નંબર ૧૮-ઇ પર જઈને બેઠો અને પોતાને માટે તેણે ફલાઇટ એટેનડેન્ટને એક ડ્રિંક, બોર્બોન અને સોડાનો ઓર્ડર આપ્યો. ફલાઈટમાં બેઠેલી કોઈપણ વ્યક્તિને એ વાતનો અણસાર પણ નહોતો કે તેમની વચ્ચે એક હાઈજેકર પણ મોજૂદ છે.
ફલાઈટના પોર્ટલેન્ડથી ટેકઓફ થયાના ફક્ત દસ મિનિટ બાદ એટ્લે કે બરાબર ત્રણ વાગ્યે ડેન કુપરે ત્યાં હાજર રહેલી ૨૩ વર્ષની એક યુવાન ફલાઇટ એટેન્ડન્ટ ફલોરેન્સ સાફનરને સ્માઇલ સાથે એક નોટ આપી. સાફનરને એમ થયું કે આ એકલવાયા શખ્સે તેણીની સાથે ફલર્ટ કરવા માટે પોતાનો નંબર અથવા સરનામું આપ્યું હશે આથી તેણીએ એ નોટ જોયા વગરજ તેને ફોલ્ડ કરીને તેના ખિસ્સામાં રાખી દીધી.
આ જોઈને ડેન કુપરે ફરીવાર તેણીનું ધ્યાન પોતાની તરફ દોરતા તેને કહ્યું કે મિસ તમારે એ નોટ વાંચી લેવી જોઈતી હતી કારણ કે તેમાં મેં એમ લખ્યું છે કે મારી પાસે એક બોમ્બ છે.
સાફનારે તરતજ ડેન કુપરે આપેલી એ નોટ ખોલી જેમાં ફીલ્ડ-ટીપ પેનથી મુદ્રિત સુઘડ સ્વચ્છ બધાજ કેપિટલ અક્ષરોમાં કૂપરે એમ લખ્યું હતું કે, ‘મિસラમારી બ્રીફકેસમાં એક બોમ્બ છે અને હું ઈચ્છું કે તમે મારી પાસે આવીને બેસો.' સાફનરે કુપરને તેની નોટ પાછી આપી અને કુપર પાસેની ખાલી સીટ પર ચૂપચાપ આવીને બેસી ગઈ. તેણીને હજુ પણ એ વાતનો વિશ્વાસ નહોતો કે કુપર પાસે સાચેજ એક બોમ્બ છે. કુપરે કહેલ વાક્યની સાબિતી માટે તેણી કુપરને પોતાને બોમ્બ બતાવવાનું કહે છે.
કુપર શાંતિથી તેણીને બોમ્બ જોવાનું કહે છે અને પોતાની પાસેની સૂટકેશને ખોલે છે જેમાં અસંખ્ય વાયર, લાલ લાકડીઓ અને બેટરી હતી. તેણીએ ચાર લાલ સિલિન્ડરોની બે પંક્તિઓ જોઈ જે તેણીએ માન્યું કે તે એક ડાયનામાઈટ છે તેમજ સિલિન્ડરો સાથે જોડાયેલો એક વાયર અને મોટી, નળાકાર બેટરી હતી જે બોમ્બ જેવી હતી.
સાફનરને હવે કુપરની વાત પર પાકો ભરોસો બેસી ગયો હતો કે તેની પાસે સાચેજ એક બોમ્બ છે. કૂપરે પોતાની બ્રીફકેસ બંધ કરી અને સાફનારને તેની માંગણીઓ જણાવી. તેણે સાફનરને સાંજના પાંચ વાગ્યા સુધીમાં બે આગળના અને બે પાછળના એમ કુલ ચાર પેરેસુટોની અને અમેરિકન ચલણના માત્ર $ ૨૦ની ચલણી નોટોની થપ્પીઓમા ૨૦૦૦૦૦ એટ્લે કે બે લાખ ડોલર (૧૯૭૦ના બે લાખ ડોલર એટ્લે આજની વેલ્યૂએશન પ્રમાણેના આશરે ૭૫ કરોડ રૂપિયા)ની વ્યવસ્થા કરીને એક બેગમાં વ્યવસ્થિત રીતે ગોઠવીને તેને આપવાનું કહ્યું.
આ સિવાયની વધારાની માંગણીઓ કરતાં કુપરે કહ્યું કે ફલાઇટના નિર્ધારિત ડેસ્ટિનેશન એટ્લે કે સિએટલમાં ફલાઇટ લેન્ડ થયા પછી બળતણની ટ્રકોએ વિમાનને રી ફયુલ કરી દેવાનું અને જયાં સુધી તેને ખંડણીના નાણાં તેમજ તેણે માંગેલ દરેક વસ્તુ તેને ન મળી જાય ત્યાં સુધી તમામ મુસાફરોને તે પ્લેનમાંજ બાનમાં રાખશે અને તેણે માંગેલી ખંડણીની રકમ તેને મળ્યા પછીજ તે મુસાફરોને જવા દેશે. આ દરમ્યાન કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના બનશે તો પોતે પ્લેનને બોમ્બથી ઉડાવી દેશે. કૂપરની બધીજ માંગણીઓને શાંતિથી સાંભળ્યા પછી સાફનરે તેમની એક યાદી બનાવી અને તેમની ક્રમ મુજબ નોંધ કરીને તેમને એક કાગળ પર ટપકાવી અને ત્યારબાદ કોકપિટમાં આવીને ફલાઇટના બાકીના ક્રૂ મેમ્બરોને પ્લેનમાં પ્રવર્તિ રહેલી વર્તમાન પરિસ્થિતિ અંગે માહિતગાર કરીને કુપરની માંગણીઓની નોટ તેમની સામે ધરી દીધી.
આ હવાઈજહાજમાં ફરજ બજાવી રહેલા પ્લેનના મુખ્ય પાઇલોટ કેપ્ટન વિલિયમ સ્કોટ, કો-પાઇલટ બિલ રટાકઝાક, ફલાઇટ એટેન્ડન્ટસ ફલોરેન્સ સાફનર તથા ટીના મક્લો, ફલાઇટ એન્જિનિયર હેરોલ્ડ ઇ. એન્ડરસન તથા ફર્સ્ટ ઓફિસર રતાકઝાક મળીને કુલ છ ક્રૂ મેમ્બરોમાં ફલાઇટમાં સવાર હતા. પોતાનો પ્લેન હાઈજેક થયાની આખી પરિસ્થિતીને પામી ગયેલા આ બધાજ કૃ મેમ્બરોએ એક સંપ કરીને પરસ્પર નક્કી થયા મુજબ દરેકે સ્વસ્થ ચિત અને પ્રસન્ન મને તેમની ફરજ બજાવ્યે રાખી અને તેમણે એક પણ પેસેન્જરને એ વાતનો જરાક અમથોએ અણસાર ના આવવા દીધો કે તેઓ એક હાઇજેકર દ્વારા બાનમાં લેવાયા છે. પ્લેનમાં મુસાફરી કરી રહેલા ૩૬ પેસેન્જરો અને ૬ ક્રૂ મેમ્બરો મળીને કુલ ૪૨ લોકોનું જીવન અત્યારે દાવ પર લાગ્યું હતું.
પોતાના કંટ્રોલ હેઠળના એરોપ્લેનમાં પ્રવર્તી રહેલી વર્તમાન પરિસ્તીથી પર કાબૂ મેળવવા માટે ફલાઈટના મુખ્ય કેપ્ટન વિલિયમ સ્કોટે તેમના દિમાગને કામે લગાડી ફલાઇટ એટેન્ડન્ટ સાફનરને ફલાઇટના બાકીના સમય માટે કોકપીટમાં રહેવાનો નિર્દેશ આપ્યો અને એક બીજી ફલાઇટ એટેન્ડન્ટ ટીના મકલોવને હાઈજેકર પાસે બેસીને તમામ બનતી ઘટનાઓની નોંધ લઈ તે અંગેની સાફનરને જાણ કરવાનો નિર્દેશ આપ્યો. આમ આ બંને એર હોસ્ટેસની મદદથી કુપર અને કોકપિટમાં બેસેલા મેમ્બરોની વચ્ચેનો સંપર્ક જાળવી રખાયો.
કુપરના આગળના આયોજન મુજબ કેપ્ટન સ્કોટે સિએટલ-ટાકોમા એરપોર્ટ પરના એર ટ્રાફિક કંટ્રોલરને પરિસ્થિતિની જાણ કરી જેમણે સ્થાનિક પોલીસ અને FBIનો સંપર્ક કર્યો જેઓ તેમને મળેલી સૂચના મુજબના કામો કરવામાં લાગી ગયા. પ્લેન હાઈજેકિંગની આ ખબર છેવટે નોર્થવેસ્ટ ઓરિએન્ટ એરલાઇન્સ ના પ્રમુખ ડોનાલ્ડ નાયરોપ સુધી પહોંચે છે જેઓ અહિયાં એક ડિસિશન મેકર છે. તેઓ હાઈજેકરે કરેલી માંગણી મુજબની રેનસમ એમાઉન્ટ ચૂકવવા માટે તૈયાર થઈ જાય છે અને તેમના તમામ કર્મચારીઓને હાઇજેકરને સહકાર આપવા અને તેની માંગણીઓનું પાલન કરવાનો આદેશ આપે છે. હાઈજેકરની માંગણીઓ સ્વીકારવા પાછળનો નાયરોપનો મુખ્ય હેતુ તેમની એરલાઇન્સની રેપયુટેશનને બચાવવાનો હતો કારણકે તેમની એરલાઇન્સના પ્લેનના હાઈજેકની વાત જો બહાર પડી જશે તો તેની બદનામી થશે અને આર્થિક રીતે પણ તેમને ઘણું નુકશાન વેઠવું પડશે. તેઓ જ્ગ્ત્દ્ગક સાથે સંપર્ક બનાવી રાખીને સીએટલની બેન્ક સાથે હાઈજેકરે માંગેલ અમેરિકન ચલણ ઼૨૦માં બે લાખ ડોલરોની કરન્સી નોટોની વ્યવસ્થા તાત્કાલિકપણે કરવાનું કહે છે. બેન્ક પાસે આવી ઈમરજન્સી માટે આગોતરા આયોજન પેટે હાઈજેકરે માંગેલ રકમ મુજબની વ્યવસ્થા પહેલેથીજ હતી પરંતુ માત્ર ૩૦ મિનિટની જર્નીવાળી આ ફલાઇટ સુધી નિર્ધારિત સમયમાં ખંડણીની રકમ પહોંચાડવા માટે તેમની પાસે સમયનો અભાવ હતો આથી તેઓ હાઈજેકર પાસે તેણે માંગ્યા મુજબના નાણાંની વ્યવસ્થા કરવા માટે થોડો સમય માંગે છે જે માટે હાઈજેકર તૈયાર થાય છે.
પ્લેનના પાયલોટને સીએટલમાં લેંડિંગ કરવાની મનાઈ કરવામાં આવે છે અને એવી સૂચના આપવામાં આવે છે કે જયાં સુધી હાઈજેકરે કરેલ માંગણીઓ પૂરી ના કરવામાં આવે ત્યાં સુધી પ્લેનને સીએટલ શહેર ની ઉપરજ ગોળ ગોળ ફેરવવામાં આવે.
સૂચનાનો અમલ કરવામાં આવે છે અને સીએટલ પહોંચેલી ફલાઈટને શહેરની ઉપર આકાશમાં ગોળ ગોળ ફેરવવામાં આવે છે. પ્લેનમાં બેસેલા પેસેન્જરોમાં કોઈપણ પ્રકારનું પેનિક ના સર્જાય તે માટે તેમને એવી સૂચના આપવામાં આવે છે કે હવાઈજહાજમાં થયેલ નાનીકડી યાંત્રિક ખામીને કારણે ફલાઇટ લેન્ડ કરવામાં થોડોક વિલંબ થશે.
આમ પોર્ટલેન્ડથી બપોરના ૧૨.૫૦ વાગ્યે ઉપડીને ફકત ૩૦ મિનિટ માં સીએટલ પહોંચનારી માત્ર અડધા કલાકના સમયગાળાની આ ફલાઇટ પૂરા ત્રણ કલાક સુધી આકાશમાંજ ઊડયે રાખે છે અને તેમાં બેસેલા પેસેન્જરોને હજુ પણ એ વાતની ખબર નથી કે તેમની ફલાઈટને હાઈજેક કરવામાં આવી છે. અંતે સાંજના ૫.૪૬ વાગ્યે આ ફલાઇટ સીએટલના ટાકોમા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ કરે છે અને કુપરની સૂચના મુજબ પ્લેનને એરપોર્ટના મેઇન ટેર્મિનલ બિલ્ડીંગથી દૂર પાર્ક કરવામાં આવે છે.
નક્કી થયા મુજબ એરલાઇનસનો માત્ર એક રેપ્રેઝન્ટેટીવ બે લાખ ડોલરની રેનસમ એમાઉન્ટ અને ચાર પેરેશુટો કુપરને આપે છે અને કુપર પ્લેનના બે પાયલોટ અને ફલાઇટ એટેન્ડેન્ટ ટીના મકલોવ સિવાયના દરેક ક્રૂ મેમ્બરો અને બધાજ પેસેન્જરોને પ્લેનમાંથી નીચે ઉતરવાની પરવાનગી આપે છે.
પ્લાન મુજબ ફલાઈટને રી ફયુલ કરવામાં આવે છે અને ફલાઇટ ફરીવાર ઉડાન ભરે છે પરંતુ પ્લેન ઉડાડવાની સૂચના આ વખતે કુપર આપે છે. તે પાયલોટને પ્લેનને દસ હજાર ફૂટની ઊંચાઈ પર પહોંચ્યા પછી શક્ય તેટલી ધીમી સ્પીડે ઉડાડી પ્લેનના વિંગ્સની પોઝીશન ૧૫ ડિગ્રી રાખીને મેક્સિકો શહેર તરફ લઈ જવાની સૂચના આપે છે.
પ્લેનનો પાઇલોટ કુપર સમજાવતા કહે છે કે સીએટલથી મેક્સિકો સુધીના ૨૩૩૩ કિલોમીટરની સતત પાંચ કલાક સુધીની મુસાફરી કરી શકે તેટલું ઈંધણ આ પ્લેનમાં નથી અને તમે આપેલા કન્ફયુગરેશન મુજબ જો આપણે ઉડીશું તો ક્યારેય મેક્સિકો પહોંચીજ નહીં શકીએ પરંતુ કુપર પાઇલોટની સૂચનાને અવગણીને પોતે આપેલ સૂચના પર વળગી રહીને પ્લેનને હવામાંજ ઉડાડયે રાખવાની કડક સૂચના આપે છે.
હવે પ્લેનમાં જે ઘટના બને છે તે અકલ્પનીય છે. કુપરની સૂચના મુજબ ફલાઇટ એટેન્ડેન્ટ ટીના મકલોવ કોકપિટની અંદર જઈને દરવાજો અંદરથી બંધ કરે છે. કુપર રેનસમમાં મળેલી રકમને પોતાના શરીર ફરતે બાંધીને પેરેશૂટની મદદથી પ્લેનમાંથી ડાઇવ(છલાંગ) મારીને હવામાંજ ગાયબ થઈ જાય છે. થોડીક્જ ક્ષણોમાં કોકપિટમાં એક વોર્નિંગ એલાર્મ સાથે ઈમરજન્સી લાઇટ ફલક્ચુએટ થાય છે જે એ બાબતનો સંકેત આપે છે કે પ્લેનનો સીડીવાળો પાછળનો ભાગ ડિપ્લોય કરવામાં આવ્યો છે.
રાત્રિના બરાબર આઠ વાગ્યે ને તેર મિનિટ પર પાઇલોટને એવો અહેસાસ થયો કે પ્લેન પાછળની બાજુએથી ખુબજ નમી ગયુ છે. પાઇલોટે ફરીથી પ્લેનને રીકેલિબ્રેટ કરીને રી લેવલ કરવું પડ્યું અને ત્યારબાદ તેણે પ્લેનને યુનાઈટેડ સ્ટેટ્સના પશ્ચિમી પર્વતમાળામાં આવેલા નેવાડા રાજય ના રેનો શહેર ખાતે પ્લેનને લેન્ડ કરાવી દીધુ.
સ્થાનિક પોલીસ અને એફ.બી.આઈ.ને તુરંત જાણ કરવામાં આવી જેમણે ત્યારથીજ તેમના સર્ચ ઓપરેશનનો પ્રારંભ કરી દીધો. એજ દિવસથી એફ.બી.આઈ.એ આજુબાજુના દરેક રસ્તાઓ, જંગલો, તળાવો વિગેરેને વાહનોથી, હેલિકોપટરથી અને સબમરીનથી ફેંદી નાખ્યા પણ ના તો તેમને કૂપર મળ્યો, ના તેણે ઉઘરાવેલી ખંડણીની રકમ મળી, ના તો તેનો ટાઈમ બોમ્બ મળ્યો કે ના તેના કોઈ પેરેશુટ મળ્યા. આખા પ્લેનની જીણવટભરી તપાસ કર્યા પછીપણ તપાસકર્તા ટીમને મળ્યા તો માત્ર સિગરેટના ઠૂંથા અને એક ક્લિપ લગાડેલી કાળા રંગની ટાઈ તેમજ પેરેશૂટના ફાટેલા કાપડના અમુક ટુકડા કે જેનાથી કુપરે રેનસમમાં મળેલી રકમ બાંધી હતી.
પ્લેન હાઈજેકિંગને હવાઈ ચાંચિયાગીરી અથવા તો સ્કાયજેકિંગ પણ કહેવામાં આવે છે અને સમગ્ર જગતમાં થયેલા પ્લેન હાઈજેકિંગમાં આ એવો એકમાત્ર અનોખો કિસ્સો છે કે જેમાં કોઈપણ વ્યક્તિનું મૃત્યુ નથી થયું કે નથી કોઈને કોઈપણ પ્રકારની ઇજા થઈ જેમાં સૌથી વધુ આヘર્યની વાત તો એ હતી કે પ્લેનમાં બેસેલા છત્રીસ મુસાફરોમાંથી કોઈપણને છેક સુધી એ વાતની ખબરજ ના પડી કે તેમના પ્લેનનું હાઈજેકિંગ થયેલું હતું. તપાસ દરમ્યાન એક એવી હકીકત પણ બહાર આવી કે હાઈજેકરનું અસલી નામ ડેન કુપર નહતુ એ તો તેણે ધારેલું નામ હતું. અમેરિકન મીડિયામાં આગની જેમ આખી ઘટના પ્રસરી ગઈ અને સૌથી પહેલા ડેડ લાઇન રિપોર્ટિંગ કરવાની ઉતાવળમાં એક પત્રકારે ભૂલથી ડેન કુપરની જગ્યાએ ડી.બી.કુપર નામથી સમાચાર છાપી નાખ્યા જેની નકલ કરીને બધાએ એજ નામથી ન્યૂઝને આગળ ધપાવ્યા અને ત્યારથી ડેન કુપર ડી.બી. કુપરના નામથી જગ પ્રખ્યાત થઈ ગયો.
એફ.બી.આઈ.એ નિવૃત કર્મચારીઓ અને વિશેષ અધિકારીઓને ભેગા કરીને ચાલીસ લોકોની એક ટીમ બનાવી અને માત્ર શંકાના આધારે આ બનાવના પ્રથમ પાંચ વર્ષ દરમ્યાન લગભગ ૮૦૦થી વધુ શંકાસ્પદોને ગિરફતાર કરીને દરેકની કડક ઢબે પૂછપરછ કરી જોઈ પરંતુ ઘટના સમયે તેમની અન્ય જગ્યાએ રહેલી હાજરીના કારણે તેમને જવા દેવામાં આવ્યા. યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના ઈતિહાસમાં એફ.બી.આઈ.ની ફાઈલોમાં દર્જ થયેલા સેંકડો જટીલ કેસોમાં વિશ્વના આ સૌથી મિસ્ટીરીયસ લાંબા અને તદન જટિલ કેસમાં હાઇજેકરને છેલ્લા ૫૩ વર્ષો સુધી ના તો ક્યારેય ઓળખવામાં આવ્યો કે ના તેને ક્યારેય પકડી શકાયો.
આજના દિવસ સુધીમાં ડી.બી.કુપરની આ મિસ્ટ્રી એક વણ ઉકેલાયેલ કોયડાની માફક એક રહસ્ય બનીને રહી ગઇ છે. કોઈને છેક સુધી એ વાતની ખબરજ ના પડી કે આ ડી.બી.કુપર કોણ હતો, તે ક્યાંથી આવ્યો હતો અને ક્યાં જતો રહ્યો હતો. તે એક મિસ્ટ્રી બનીને રહી ગયો જેનું રહસ્ય પヘમિ સંસ્કૃતિથી રંગાયેલી અમેરિકાની ધરતી પર આજદિવસ સુધી કમલ જારોલી
એડવોકેટ એન્ડ નોટરી
રાજકોટ
મો. ૮૧૬૦૩ ૧૧૦૧૬

(4:02 PM IST)










