તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Thursday, 27th June 2024
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ૧પ પરીક્ષાનો પ્રારંભઃ ૧૪૦ કેન્દ્રો ઉપર ૪૩ર૮૧ પરીક્ષાર્થીઓ
CCTV હેઠળ પરીક્ષા કેન્દ્રો ઉપર ૮૭ નિરિક્ષકો દોડાવાયા

રાજકોટ તા. ર૭: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજથી વિવિધ વિદ્યાશાખાની પરીક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભ થયો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા ન્યાયીક માહોલમાં યોજાઇ તે માટે પરીક્ષા કેન્દ્રો ઉપર CCTV તેમજ નિરીક્ષકોની વ્યવસ્થા કરવામાં આવી છે.
તા. ર૭ જુનથી શરૂ થયેલી પરીક્ષામાં બી.એ. સેમ. રેગ્યુલર ૧૬૦૮૭ છાત્રો, બીએ સેમ-ર એકસ્ટર્નલ ૧૯રપ, બી.બી.એ. સેમ ર,૩૩ર બી.કોમ. રેગ્યુ. સેમ-ર ૧ર૩૪૮, બી.કોમ. એકસ્ટર્નલ ર૩૩, બી.સી.એ. સેમ-ર,૬૬ર૧ બીએસસી સેમ-ર,૧૩૧૮ મળી કુલ ૧પ પરીક્ષામાં ૪૩ર૮૧ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી પરીક્ષા નિયામક નિલેશભાઇ સોનીએ જણાવ્યું છે કે નવી શિક્ષણ નિતિ અંતર્ગત આજથી પરીક્ષાનો પ્રારંભ થયો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૧૪૦ કેન્દ્રો ઉપર પરીક્ષા લેવાઇ રહી છે. પરીક્ષાના સુચારૂ વ્યવસ્થાપન માટે ૮૭ નિરિક્ષકો વિવિધ કેન્દ્રો ઉપર ફરજ બજાવી રહ્યા છે.
(12:03 PM IST)










