News of Thursday, 27th June 2024
ગેમ ઝોનમાં અગાઉ પણ આગ લાગેલ છતાં બેદરકાર રહેવા બદલ ઇલેશ ખેર સસ્પેન્ડ
મનપાની ફાયર શાખામાં નંબર-૧ જગ્યા ખાલી : ચીફ ફાયર ઓફિસરને ફરજમુક્ત કરવાનો મ્યુનિ. કમિશનર ડી.પી.દેસાઇનો હુકમ

રાજકોટ તા. ૨૭ : મ્યુનિ. કોર્પોરેશનની ફાયર ઍન્ડ ઇમરજન્સી શાખામાં ચીફ ફાર અોફિસર તરીકે ફરજ બજાવતા ઇલેશ ખેરની ટીઆરપી ગેમ ઝોન આગની દુર્ઘટનામાં કામમાં બેદરકારી બદલ ધરપકડ સહિતની કાર્યવાહી હાથ ધરાતા સરકારી નિયમ મુજબ કમિશનર દેવાંગ પી. દેસાઇઍ તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે.
ગઇકાલે મ્યુનિ. કમિશનરે બહાર પાડેલ હુકમમાં જણાવાયું છે કે, ઈલેશકુમાર વાલાભાઈ ખેરને ફાયર ઍન્ડ ઈમરજન્સી સર્વિસીઝ શાખાનાં શાખાધિકારી તરીકે અને તેઓના તાબા હેઠળ આવતી ફાયર ઍન્ડ ઈમરજન્સી સેવાઓ લગત તમામ પ્રકાર વહીવટી ઓપરેશન, પ્રિવેન્શનટીપ, પ્રોટેકટીવ બાબતોના પ્રશ્ને સરકાર સાથે તેઓ પોતાના અધિકાર પ્રત્યેની સત્તાઓ સાથે સંકલન બનાવવી, આગ અને બચાવના વાહનો અને સાધનો હંમેશા તૈયાર રહે તેની કાળજી રાખવી, સ્ટાફ અને સાધનો હંમેશા કાર્યરત રહે તેમા રહેલ કોઈ પણ ખામી કે મુશ્કેલી હોય તો તાત્કાલીક દુર કરાવવી, કર્મચારીઓની નિયુક્તી અને તેઓની કામગીરી સુનિડ્ઢિત રીતે કરવી અને સમયાંતરે મોનીટરીંગ કરવું, તમામ ચીજ વસ્તુઓ, વાહનો, સ્ટાફ વિગેરે સુનિડ્ઢિતતાથી ચાલે તે પ્રકારની કામની પધ્ધતિ ઉભી કરવી, શહેરમાં ફાયર ઍન.ઓ.સી.વગરની મિલકતોની તપાસ કરાવી અને ફાયર ઍન.ઓ.સી.ન હોય તો તાત્કાલિક ફાયર ઍન.ઓ.સી.અંગેની કાર્યવાહી કરાવવી વિગેરે મહત્વની શાખાની સંપૂર્ણ જવાબદારી સુપ્રત કરવામાં આવેલ.
વોર્ડ નં.૧૦ નાં નાનામવા રોડ પર સયાજી હોટલ પાસે આવેલ ટી.આર.પી.મોલ ખાતેના ગેમીંગ ઝોનમાં તા.૨૫ના આકસ્મિક આગનો અકસ્માત સર્જાતા મોટા પ્રમાણમાં જાનહાની થવા પામેલ છે જે ખુબ જ ગંભીર બાબત છે.
ફાયર ઍન્ડ ઈમરજન્સી સર્વિસીઝ શાખા દ્વારા ચેકિંગ કરી ફાયરનાં તમામ સાધનો હોવા અંગેનું ફાયર ઍન.ઓ.સી.ફરજિયાત પણે આપવાનું હોય છે. ટી.આર.પી.ગેમઝોન ઘણા લાંબા સમયથી કાર્યરત હતું અને તા.૨૫ મે ની આગની ઘટના પહેલા પણ ટી.આર.પી.ગેમઝોન ખાતે આગ લાગવાની ઘટના બનેલ ત્યારબાદ પણ ફાયર ઍન.ઓ.સી.બાબતે ચીફ ફાયર ઓફિસર ખેર દ્વારા સ્થળ તપાસ કરી કોઈ કાર્યવાહી કરવામાં આવેલ ન હોવાનું સ્પષ્ટ જણાય છે અને સદરહુ ઘટના પહેલા ફાયરનાં પુરતા સાધનો ટી.આર.પી.મોલ ખાતેના ગેમીંગ ઝોન ખાતે હોવા અંગે સખ્તાઈથી પગલા લીધેલ હોત તો આવી મોટી દુર્ઘટના બનવા ન પામત. ગંભીર પ્રકારની ગેરજવાબદારી, બેદરકારી, શીથીલતા અને નિષ્કાળજી સાબિત થયેલ છે.
આ કેસ ધ્યાને લેતા ઇલેશ ખેરને સુપ્રત કરવામાં આવેલ સરકારી ફરજમાં ગંભીર પ્રકારની બેદરકારી દાખવેલ છે અને તેઓની મહાનગરપાલિકાની કામગીરી અન્વયેની સોંપવામાં આવેલ ફરજ પ્રત્યેની ગેરજવાબદારી, શીથીલતા તેમજ મહાનગરપાલિકાને લાંછન લાગે/પ્રતિષ્ઠાને હાનિ પહોંચે તેવા કૃત્ય કરવા અને ફોજદારી કેસ સબબ ગુજરાત રાજ્ય સેવા (શિસ્ત અને અપીલ) નિયમો-૧૯૭૧ નાં પ્રકરણ-૫ ની જોગવાઈ ૭(૨)(બ) મુજબ ધરપકડ કર્યાના ૪૮ કલાકથી વધારે સમય થયેલ હોય, ધી જી.પી.ઍમ.સી.ઍક્ટ-૧૯૪૯ ની કલમ-૫૬(૧)(બી)હેઠળ અમોને મળેલ સત્તાની રૂ ઍ ઈલેશકુમાર વાલાભાઈ ખેરની ધરપકડ કર્યાની તા.૨૨ જુન ૨૦૨૪ની અસરથી અત્રેની ફરજોમાંથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.(૨૧.૩૩)
(2:55 PM IST)










