<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th June 2024

‘દલિત સેવા સંસ્‍થાન'ની સ્‍થાપનાઃ દલિત સમાજના સામાજીક પ્રશ્‍નો અંગે મદદરૂપ થશેઃ ૧ જુલાઇથી ઓફિસ શરૂ

રાજકોટ તા. ર૭: દલિત સમાજના સામાજીક પ્રશ્‍નો અંગે મદદરૂપ થવા ‘દલિત પંચાયત'ની રચના કરવામાં આવી છે. જેની નવી ઓફિસનો તા. ૧ જુલાઇથી પ્રારંભ થશે.

આગેવાનોએ જણાવેલ કે, સમગ્ર રાજકોટ શહેર અને જિલ્લાભરના દલિત સમાજમાં પ્રવર્તી રહેલ સામાજિક સમસ્‍યા થકી કૌટુંબિક ભાવના લુપ્‍ત થતી જાય છે. સંયુકત કુટુંબની ભાવના ભાંગતી જાય છે. સમાજ વેરવિખેર થઇ રહ્યો છે. તેવા સમયમાં સમાજમાં ફેલાયેલ લગ્ન સમસ્‍યા, વિચ્‍છેદ સમસ્‍યા, કોર્ટ-કચેરી, ખાધા ખોરાકી, ભરણ-પોષણ, છુટાછેડા, પોલીસ કેસ જેવા કાર્યથી ભાવિ બાળકો નિરાધાર બની જાય છે. તેઓનું ભવિષ્‍ય અંધકારમય બની જાય છે. ભણતર, સંસ્‍કાર, સમસ્‍યા, ઉછેર સમસ્‍યા વિગેરે આજના સમયમાં કિરાળ અજમર મોઢું ફાડીને બેઠો છે તે માટે તંદુરસ્‍ત સંબંધોની સચ્‍ચાઇ માટે વડીલો, આગેવાનો, સમાજ સુધારકો પોતાની બુધ્‍ધિમતાનો ઉપયોગ કરીને આવી પરિસ્‍થિતિને ડામવામાં આવે એ માટે એક નવું સંગઠનરૂપી દલિત સેવા સંસ્‍થાન, (દલિત પંચાયત) ની સ્‍થાપના કરેલ છે. જેમાં પુખ્‍તવયના દિકરા-દિકરીઓના વેવિશાળ, લગ્ન સંબંધો, પુખ્‍ત સમજણથી વડીલો, બુધ્‍ધિજીવીઓ, સમાજ સુધારકો દ્વારા લગ્ન વિશે આ મુજબની સમસ્‍યાને નેસ્‍તનાબુદ કરવાની નેમ ધરાવે છે. જેથી કુરિવાજો, અંધશ્રધ્‍ધા, ખોટા દેખાડા વિગેરે ખોટા ખર્ચ ઉપર બાન મુકવાની પેરવી કરશે. અમુક પરિવારોના જીદ્દી વલણથી દલિત સમાજને થતું નુકશાન રોકવા રમાબાઇ આંબેડકર સેવા સંસ્‍થાન નામની દલિત પંચાયતની રચના કરવામાં આવી છે.

 આ અંગે વધુ માહિતી માટે ડો. ધિરેન ઘીવાલા મો. નં. ૯૧૦૬૩ ૪૯ર૬૪, દેવસીભાઇ દાફડા મો. નં. ૯૯૭૯૪ ૬૬૯ર૭, દિલીપભાઇ નગવાડીયા મો. નં. ૯પ૮૬૦ ૯૬૪૦૯, માધુભાઇ ગોહેલ મો. નં. ૯રર૮ર ૯૪ર૪ર, બીપીનચંદ્ર રાઠોડ મો. નં. ૮ર૩૮ર ૬૬૭૦૬, શાન્‍તાબેન મકવાણા મો. નં. ૯૭૧ર૦ ૯પર૮ર, હંસાબેન ધમ્‍મર મો. નં. ૯પ૮૬૭ ૭પ૮૮પ, ઇલાબેન ચંદ્રપાલ-મોમ. નં. ૮૮૪૯૧ ૬૧પ૭૭નો સંપર્ક કરી શકાય છે. સ્‍થળઃ પારેખ ચેમ્‍બર, બીજો માળ, ઓફીસ નં. પ૧, ઢેબર રોડ, ‘‘એ'' ડીવીઝન પોલીસ સ્‍ટશેન પાસે, ખાદી ભંડારથી આગળ, રાજકોટ. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(3:36 PM IST)