<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th June 2024

ઉદ્યોગપતિ કિરીટ આદ્રોજાને ૧૮મીએ બ્રિટીશ સંસદમાં એવોર્ડ અપાશે

વર્લ્‍ડ બૂક ઓફ રેકોર્ડઝ દ્વારા ઇન્‍ટરનેશનલ એકસલન્‍સી એવોર્ડ

રાજકોટ, તા. ર૭ :  મુળ મોરબી પંથકના વતની કડવા પટેલ સમાજના યુવા અગ્રણી સિરામિક, બાંધકામ, પંપ જમીન મકાન, પાઇપ, કેબલ સહિતના ઉદ્યોગો સાથે જોડાયેલ અને શહેરની અનેક સેવા સંસ્‍થાઓમાં યોગદાન આપતા રાજકોટના સફળ યુવા ઉદ્યોગપતિ અને એન્‍જલ પંપના મેનેજીંગ ડીરેકટર શ્રી કિરીટ આદ્રોજાને લંડન સ્‍થિત વર્લ્‍ડબુક ઓફ રેકોર્ડ્‍્‌સ દ્વારા ઇન્‍ટરનેશનલ એકસલન્‍સી એવોર્ડ આપવામાં આવે છે જે અંતર્ગત વર્ષ ર૦ર૪ ના એવોર્ડ માટે કિરીટ આદ્રોજાની પસંદગી થઇ છે. તા. ૧૮ જુલાઇ ના રોજ લંડનના હાઉસ ઓફ કોમન્‍સ (બિટીસ પાર્લામેન્‍ટ) ના ચર્ચિલ હોલમાં સાંજના ૬.૩૦ વાગે વિશ્વભરના નામાંકિત અતિથિઓની ઉપસ્‍થિતિમાં આ એવોર્ડ અર્પણ કરવામાં આવનાર છે. ત્‍યારે રાજકોટના ઉદ્યોગ જગતમાં હરદની હેલી પ્રવર્તી રહી છે.

આગામી તા. ૧૮ જુલાઇના રોજ વર્લ્‍ડબુક ઓફ રેકોર્ડસ દ્વારા બ્રિટીશ પાર્લામેન્‍ટમાં યોજાયેલ ઇન્‍ટરનેશનલ એકસલન્‍સી એવોર્ડ સમારંભમાં એવોર્ડ સ્‍વીકારવા માટે કિરીટ આદ્રોજા અને તેમના ધર્મપત્‍ની વર્ષાબેન આદ્રોજા લંડન જઇ રહ્યા છે તયરે આણંદાબાવા સેવા સંસ્‍થાન જામનગરના ગાદીપતિ પૂજય દેવપ્રસાદ સ્‍વામી અને સમગ્ર આદ્રોજા પરિવારના આશીર્વાદ પ્રાપ્ત થયા છે તેમજ કિરીટ આદ્રોજાના વિીવધ ક્ષેત્રના સ્‍વજનો જેરામભાઇ વાંસજાળીયા, શહેર ભાજપ અધ્‍યક્ષ મુકેશભાઇ દોશી, નાથાભાઇ કાલરીયા, મૌલેશભાઇ પટેલ, વલ્લભભાઇ વડાલીાય, બાબુભાઇ ઘોડાસરા, ફિલ્‍ડમાર્સલ ગ્રૃપના નીતીનભાઇ પટેલ, તેમજ દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ પરિવારના પ્રતાપભાઇ પટેલ, વલ્લભભાઇ સતાણી, નિદત્તભાઇ બારોટ, અનુપમ દોશી, સુનિલ વોરા, નલીન તન્ના, હસુભાઇ રાચ્‍છ તરફથી શુભેચ્‍છાઓ પાઠવેલ છે, તેમજ ઉદ્યોગજગત તરફથી કિરીટ આદ્રોજાના ૯૮ર૪ર ૮૪૪૦૪ મોબાઇલ નંબર પર શુભકામનાઓ વરસી રહી છે.

(4:11 PM IST)