News of Thursday, 27th June 2024
સામાકાંઠાની વિવિધ શાળાઓમાં પ્રવેશોત્સવ કાર્યક્ર મમાં ભુલકાઓને પ્રોત્સાહિત કરતા ઉદય કાનગડ

રાજકોટ : રાજયભરમાં શાળા પ્રવેશોત્સવનું આયોજન હાથ ધરાઇ રહ્યું છે. તે અંતર્ગત વિધાનસભા-૬૮ માં વોર્ડ-૪ ભગવતીપરામાં શાળા નં. ૪૩ અને ૧૦૦માં તેમજ જુના મોરબી રોડ ખાતે શાળા નં. ૭૭ અને શાળા નં. ૪૬માં રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ધારાસભ્ય ઉદય કાનગડની પ્રેરક ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ તકે રાજકોટ શહેર ભાજપ મહામંત્રી અશ્વિન મોલીયા, શહેર ભાજપ ઉપપ્રમુખ પુજાબેન પટેલ, વોર્ડપ્રભારી જે.ડી. ભાખર, શિક્ષણ સમિતિ સદસ્ય વિરમભાઇ સાંબડ, કોર્પોરેટર કંકુબેન ઉધરેજા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
(4:12 PM IST)










