<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th June 2024

જિલ્લા પંચાયતમાં ૧૮ મીએ સામાન્‍ય સભા

લોકસભાની ચુંટણી પછી પ્રથમ અને કચેરી સ્‍થળાંતર પહેલાની અંતિમ બોર્ડ બેઠક : લાંબા સમય બાદ સભ્‍યોને પ્રશ્નો પુછવાની તકઃ તા.૮ મીએ કારોબારી

રાજકોટ, તા., ૨૭:  જિલ્લા પંચાયતની સામાન્‍ય સભા તારીખ ૧૮ જુલાઈએ ગુરૂવારે બોલાવવાનું નક્કી થયાનું જાણવા મળે છે લોકસભાની ચૂંટણી પછી પ્રથમ વખત સામાન્‍ય સભા આવી રહી છે. છેલ્લે ગયા ફેબ્રુઆરીમાં બજેટ માટે સામાન્‍ય સભા મળી હતી ૧૬ માર્ચથી છ જુન સુધી ચૂંટણીની આચાર સહિતા અમલમાં હતી.

હાલ જિલ્લા પંચાયતમાં વિવિધ સમિતિઓની બેઠક મળી રહી છે. તારીખ આઠમી એ સવારે કારોબારી સમિતિની બેઠક મળનાર છે. કારોબારી સહિતની સમિતિઓના જે કાર્યોને સામાન્‍ય સભામાં રજૂ કરવાના હોય છે. ૧૮ મીની સામાન્‍ય સભામાં રજૂ કરવામાં આવશે. લાંબા સમય બાદ પ્રશ્નોત્તરી સાથેની સામાન્‍ય સભા આવી રહી છે. જિલ્લા વિકાસ અધિકારી તરીકે ડો.નવનાથ ગવ્‍હાણેએ ચાર્જ સંભાળ્‍યા પછી પ્રશ્નોત્તરી સાથે પ્રથમ વખત સામાન્‍ય સભા મળશે.  જેમાં પડતર કામો ઉપરાંત ચોમાસાને અનુલક્ષીને કરવાના કામો અને ગ્રાન્‍ટના ઉપયોગના કામોની ચર્ચા થશે. પંચાયતમાં હાલ ૩૬ માંથી ૩૦ જેટલા સભ્‍યો ભાજપમાં છે કોંગ્રેસના સભ્‍યો વિપક્ષ તરીકે કેવી ભૂમિકા ભજવે છે તે સામાન્‍ય સભામાં ખ્‍યાલ આવશે.

(4:18 PM IST)