<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th June 2024

ગાંધીગ્રામ ધરમ નગરમાં વિદ્યાર્થી શ્રીદેવનો ગળાફાંસો ખાઇ આપઘાત

હાલમાં ધો-૧૨ પાસ કરી કોલેજ પ્રવેશની તજવીજ કરતો હતોઃ ઘરે કોઇ નહોતું ત્‍યારે અકળ કારણે પગલુ ભર્યુઃ નકુમ પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૨૭: ગાધીગ્રામ ધરમનગર આવાસ યોજના ક્‍વાર્ટરમાં રહેતાં શ્રીદેવ મહેન્‍દ્રભાઇ નકુમ (ઉ.વ.૧૮) નામના વિદ્યાર્થીએ બપોરે પંખામાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો છે.

આપઘાત કરનાર યુવાન હાલમાં જ ધોરણ-૧૨માં પાસ થયો હતો અને કોલેજમાં એડમીશન લેવાની તજવીજ ચાલુ હતી. પિતા પ્‍લમ્‍બીંગ કામ કરે છે. નાનો ભાઇ સ્‍કૂલે ગયો હતો અને માતા રમીલાબેન બહાર કામે ગયા હતાં. એકલો હતો ત્‍યારે આ પગલુ ભરી લીધુ હતું. બપોરે વરસાદ આવતો હોઇ પડોશીએ દરવાજો ખખડાવવા છતાં શ્રીદેવે ન ખોલતા પડોશીએ તેમના માતાને ફોન કરી જાણ કરી હતી કે તમારા કપડા વરસાદમાં પલળે છે અને શ્રીદેવ દરવાજો ખોલતો નથી. માતાએ ઘરે આવી જોતાં દિકરો લટકતો મળતાં કલ્‍પાંત સર્જાયો હતો. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઇ ડી. આર. રત્‍નુએ વધુ તપાસ હાથ ધરી છે.

(4:37 PM IST)