તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 28th June 2024
રાજકોટની કૈક નવું જોવા માંગતી કલા-રસિક જનતા માટે, તા.૦૯ જુલાઈએ વિદેહી એન્ટરટેઇન્મેન્ટનું નવું નજરાણુ ‘‘પાડાની પોળ''
મિશન : ૭૫ વર્ષની ડોશીને અમેરિકા મોકલવાનું !

રાજકોટ, તા. ર૮ : જુના અમદાવાદ ની પોળો હજુ પણ સમરસ અને એકતા નું ઉત્તમ ઉદારહણ છે. તેમની પોતાની કૈક અનોખી જ જીવનશૈલી છે. કોઈ એક વ્યક્તિ ની સમસ્યા કે આનંદ, આખી પોળ ની સામુહિક બાબત હોય છે. આવી જ એક પોળ - પાડા ની પોળ માં રહેતી એક ૭૫ વર્ષ ની ડોશી નું વર્ષો જૂનું , અમેરિકા જવાનું સપનું પૂરું કરવા આખે-આખી પોળ ભેગી થાય છે ને પછી એમના પ્રયત્નો માંથી નિષ્કર્ષ પામે છે - અદભુત હાસ્ય!
રાજકોટ ની ઉત્તમ કલા-વાંછુ જનતા માટે હવે સૌમ્ય જોશી એ કોઈ નવું નામ નથી! અમિતાભ બચ્ચન - ઋષિ કપૂર અભિનીત ૧૦૨ નોટ આઉટ જેવી બોલિવૂડ ફિલ્મ ના લેખન થી લઇ ને તે જ નામ ના નાટક , વેલકમ જિંદગી અને વેશ્યાઓ ના જીવન પર આધારિત નાટક આજ જાને કી ઝિદ ના કરો, હેલ્લારો ફિલ્મ, આદિત્ય ગઢવી ગાયેલું ગોતી ગોતી લો ખલાસી ગીત ના ગીતકાર વ.ᅠજેવા અનેક માતબર નાટકો, ફિલ્મો, ગીતો, કવિતાઓના રચયિતા અને દિગ્દર્શક સૌમ્ય જોશી ઁયુનાઇટેડ સ્ટેટ્સ ઓફ પાડા ની પોળઁ દ્વારા એક તદ્દન નવું, હસાવી હસાવી થકવી દે તેવું કૉમેડી નાટક લઇ ને આવે છે . એક ૭૫ વર્ષ ની ડોશી ને અમેરિકા જવું છે ને તેના માટે કઈ રીતે આખે આખી પોળ તે મિશન માં જોડાઈ જાય છે ને એક પછી એક ઘટનાઓ થી કેવું સરળ રીતે ઉત્તમ હાસ્ય નિષ્પન્ન પામે છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ પાડા ની પોળ!
પ્રેમ ગઢવી કે જેઓ ૪૫થી પણ વધુ ગુજરાતી હિટ ફિલ્મો માં કામ કરી ચુકયા છે, જીજ્ઞા વ્યાસ કે જેઓ વેલકમ જિંદગી , આજ જાને કી ઝિદ ના કરો વગેરે જેવા નાટકો માં પોતાના અદભુત અભિનય થી લોકો ની સતત વાહ-વાહી મેળવતા રહ્યા છે અને સૌમ્ય જોશી પોતેની ત્રિપુટી આ નાટક માં રંગ જમાવે છે ! તેઓ આ નાટક માં સ્ટોરી - ટેલર એટલે કે સૂત્રધાર પણ છે અને એક થી વધારે પાત્રો ભજવતા, ડોશી ને અમેરિકા મોકલવાના મિશન ના સૌથી મહત્વના હિસ્સેદારો પણ છે .આ ઉપરાંત જોડિયા બહેનો મોસમ - મલકા ના કંઠે ગવાતા મધુર પણ કૉમેડી ગીતો પણ ખરા જ.
વિદેહી એન્ટરટેઇન્મેન્ટ રાજકોટ માં કૈક નવું લાવવા માટે અને રાજકોટ ના કલા-રસિકો માટે કૈક અનોખા નજરાણાઓ લાવવા માટે સતત પ્રયત્નશીલ રહે છે . અગાઉ પાડાની પોળને મળેલા પ્રચંડ પ્રતિસાદ પછી આ નાટક પબ્લિક ડિમાન્ડ પર ફરીથી લાવવાનુંᅠનક્કી કરાયું છે. ટીમ વિદેહી એᅠઆ નાટક જાતે માણ્યું અને પછી રાજકોટ ના કલા પ્રેમીઓ માટે કૉમેડી નો રસથાળ પીરસવા આ નાટક રાજકોટ માં આયોજન કરવાનું નક્કી કર્યું ! દેશના અલગ અલગ શહેરોમાં લગભગ ૩૫૦ થી પણ વધારેᅠસફળ પ્રયોગો પછી , ખંત થી ચૂંટેલું, કૉમેડી ના એક નવા પ્રકાર ને ઉજાગર કરતું આ નાટક રાજકોટ ને જરૂર પસંદ આવશે.
રાજકોટમાં નાટકના બે પ્રયોગ ૯ જુલાઈ , મંગળવાર રાત્રે ૮.૩૦કલાકે અને ૧૦.૧૫ કલાકે , હેમુ ગઢવી હોલ ખાતે થશે. ટિકિટ માટે સંપર્ક : ૯૦૨૩૨૮૨૪૦૭.
રાજકોટ માં ‘યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ પાડા ની પોળ' વિદેહી એન્ટરટેઇન્મેન્ટ લાવી રહ્યું છે ત્યારે આ નાટકના આધારસ્તંભોમાં સૌ પ્રથમ હંમેશ મુજબ પથદર્શક એવા અકિલા પરિવાર ના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા અને દીવાદાંડી સમાન શ્રી નિમિષભાઇ ગણાત્રાનું તથા સમગ્ર અકિલા પરિવારનું છે. સાથે એપલ બેસન, મીરા જવેલ્સ ,મધુસુદન મસાલા (ડબલ હાથી ), રા રા પ્રિમયમ વોટર અને સરાઝા હોટેલનો સહયોગ મળેલ છે
(2:37 PM IST)










