<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th June 2024

ગુમ થયેલા રૂા. ૩.૭૭ લાખના ર૦ મોબાઇલ શોધી મૂળ માલીકને પરત અપાવતી પોલીસ

પ્ર.નગર પોલીસના પી.આઇ. ભાર્ગવસિંહ ઝણકાટના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. આઇ. એ. બેલીમ તથા ટીમની કામગીરી

રાજકોટઃ શહેરના પ્રદ્યુમનનગર પોલીસ મથક હેઠળના વિસ્‍તારમાંથી ચોરી થયેલા અથવા ગુમ થયેલા મોબાઇલ ફોન શોધી કાઢવા માટે પી.આઇ. ભાર્ગવસિંહ ઝણકાટના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ ડીટેકશન ટીમના પી.એસ.આઇ. આઇ. એ. બેલીમ, બી. વી. ચુડાસમા, મહેન્‍દ્રભાઇ વાળા, અરવીંદભાઇ ઝાપડીયા, નગ્‍માબેન શેખ તથા જેસલબેન મોરી સહિતે સેન્‍ટ્રલ ઇકિવટમેન્‍ટ આઇડેન્‍ટિટી રજીસ્‍ટર પોર્ટલની તેમજ ટેકનીકલ સોર્સીસના આધારે ગુમ થયેલા રૂા. ૩.૭૭ લાખના ર૦ મોબાઇલ ફોન શોધી કાઢી તેના મૂળ માલીકને પરત કર્યા હતા. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(2:58 PM IST)