તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 28th June 2024
બૂટલેગર હર્ષદ મહાજને મંગાવેલા ૨ાા લાખના દારૂ સાથે સાગ્રીત ચંદ્રેશ ઉર્ફે કાળીયો સહિત બે પકડાયા
સ્કોર્પિયો સાથે ચંદ્રેશ અને સુરેન્દ્રનગરના ઉત્તમારામ પુરોહિતને ક્રાઇમ બ્રાંચે કુવાડવા પાસેથી પકડયાઃ પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ એ. એસ. ગરચર, અનિલભાઇ સોનારાની ટીમની કામગીરીઃ મહેશ ચાવડા અને હરપાલસિંહ જાડેજાની બાતમી

રાજકોટ તા. ર૮: કુવાડવા નજીક ક્રિષ્ના વોટર પાર્ક પાસેથી ક્રાઇમ બ્રાંચે બાતમીના આધારે દરોડો પાડી રૂા. ર.૪૪ લાખના વિદેશી દારૂનો જથ્થો ભરેલી સ્કોર્પીયો સાથે બુટલેગર સહિત બે શખ્સોને પકડી લીધા હતા.
મળતી વિગત મુજબ કુવાડવા નજીક વિદેશી દારૂ ભરેલી એક સ્કોર્પીયો પસાર થવાની હોવાની ક્રાઇમ બ્રાંચના કોન્સ. મહેશભાઇ ચાવડા અને હરપાલસિંહ જાડેજાને બાતમી મળતા કુવાડવા નજીક ક્રિષ્ના વોટર પાર્ક પાસેથી પસાર થતી નંબર વગરની સ્કોર્પીયો જીપને શંકાના આધારે રોકી તલાશી લેતા તેમાંથી રૂા. ર,૪૪,૮૦૦ની કિંમતની વિદેશી દારૂની ૧૦૪૪ બોટલ મળી આવતા સ્કોર્પીયોમાં બેઠેલા ંદ્રેશ ઉર્ફે કાળીયો જગદીશભાઇ ચાઉ (ઉ.વ. ૩૮) (રહે. કોઠારિયા ચોકડી બ્રહ્માણી હોલવાળી શેરી ન્યુ રાધેશ્યામ સોસાયટી શેરી નં. ૬) અને ઉતમારામ જગનારામ પુરોહીત (ઉ.વ. ર૯) (રહે. નરસિંહપરા, ધ્રાંગધ્રા) ને પકડી લઇ રૂા. ર.૪૪ લાખનો દારૂ, સ્કોર્પીયો તથા બે મોબાઇલ મળી રૂા. ૧૧,૭૯,૮૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે બંનેની પૂછપરછ કરતા વિદેશી દારૂનો જથ્થો ધ્રાંગધ્રાના રવી જગદીશભાઇ ચૌહાણ લઇ આવ્યા હતા અને રાજકોટમાં નામચીન બુટલેગર હર્ષદ મહાજનને આપવાનો હોવાની કબુલાત આપતા પોલીસે બંનેની શોધખોળ હાથ ધરી છે. પકડાયેલો ચન્દ્રેશ ઉર્ફે કાળીયો અગાઉ વિદેશી દારૂના ૧૩ ગુનામાં સામેલ હોવાનું જાણવા મળ્યું છે. આ કામગીરી પી.આઇ. એમ. આર. ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એ. એસ. ગરચર, હેડ કોન્સ. અનીલભાઇ સોનારા, કોન્સ. મહેશભાઇ ચાવડા, હરપાલસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા અને અશ્વીનભાઇ પંપાણીયા દ્વારા કરવામાં આવી હતી.
(2:51 PM IST)










