તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 28th June 2024
કાલે લોકમેળાની કલેકટરના અધ્યક્ષસ્થાને મીટીંગ
હાલ વિવિધ કમિટીની રચના થશેઃ સ્ટોલના ભાડા વધારા અંગે બીજી મીટીંગમાં સમીક્ષા... : તમામ પ્રાંત-મામલતદારો-એસટી-કોર્પોરેશન-જીઇબી-પીડબલ્યુડી-પોલીસ સહિત સંબંધી ખાતાના વડાને બોલાવાયા

રાજકોટ તા. ર૮: આગામી ઓગષ્ટ મહિનામાં તા. ર૪ થી ર૮ દરમિયાન રેસકોર્સ ખાતે જગવિખ્યાત લોકમેળો રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે યોજાશે, આ સંદર્ભે કલેકટર તંત્રે તૈયારીઓ શરૂ કરી છે.આ સંદર્ભે આવતીકાલે રાજકોટ કલેકટર શ્રી પ્રભવ જોષીના અધ્યક્ષસ્થાને બપોરે ૧રાા વાગ્યે લોકમેળાની તૈયારીઓ અંગે પ્રથમ મીટીંગ મળશે, જેમાં સ્ટેજ-પાણી-સિકયુરિટી-મેળાનું નામકરણ-સ્ટેજ પોગ્રામો, વિવિધ ટેન્ડરો, પાર્કિંગ, પોલીસ બંદોબસ્ત, સફાઇ, વીજતંત્ર સહિતની બાબતે ર૦ જેટલી કમિટીની રચના થશે, તૈયારીઓને ઓપ અપાશે, જયારે સ્ટોલના ભાડાઓમાં ૧૦ થી ૧ર ટકાનો વધારો કરવો કે કેમ તે અંગે મેળાની બીજી મીટીંગમાં સમીક્ષા કરી નિર્ણય લેવાશે.હાલની મીટીંગમાં શહેરના તમામ પ્રાંત મામલતદારો-એસ.ટી., કોર્પોરેશન, જીઇબી, પીડબલ્યુડી, પોલીસ તંત્ર સહિત સંબંધીત તમામ ખાતાઓના વડાને પણ બોલાવાયા હોવાનું સાધનોએ ઉમેર્યું હતું.
(3:03 PM IST)










