<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th June 2024

મનોજ લોખંડેને સરકારી સેવામાંથી અપરિપકવ નિવૃતીનો આદેશઃ અગાઉ લાંચ કેસમાં પકડાયા હતાં

રાજકોટના પૂર્વ જીલ્લા રજીસ્‍ટ્રાર

રાજકોટ તા. ર૮: રાજકોટના પૂર્વ જીલ્લા રજીસ્‍ટ્રાર એવા મનોજ લોખંડેને સરકારે અપરિપકવ નિવૃતિનો આદેશ આપતા સહકારી વર્તુળોએ જબરી ચર્ચા જાગી છે. અત્રે એ નોંધનીય છે કે અગાઉ તેઓની સામે લાંચ રૂશ્‍વત મામલે કાર્યવાહી કરવામાં આવી હતી.

સામાન્‍ય વહીવટ વિભાગના તા. ર૯-૦૯-ર૦ર૩ના ઠરાવથી પ૦-પપ વર્ષ પૂર્ણ કરનાર અધિકારી/કર્મચારીઓના કેસમાં તેઓને અપરિપકવ નિવૃત્ત કરવા અંગે નિયત થયેલ કાર્યપદ્ધતિ અનુસાર એમ. એસ. લોખંડે, સંયુકત રજિસ્‍ટ્રાર (ઇન્‍સ્‍પેકશન) વર્ગ-૧ સહકારી મંડળીઓ, ગાંધીનગર અને ઇન્‍ચાર્જ નિયામક ખેત બજાર અને ગ્રામ્‍ય અર્થતંત્રના પ૦-પપ વર્ષે સમક્ષાી અંગેની બેઠક અધિક મુખ્‍ય સચિવશ્રી-સામાન્‍ય વહીવટ વિભાગના અધ્‍યક્ષસ્‍થાને તા. ૧૩-૦ર-ર૦ર૪ના રોજ યોજવામાં આવેલ હતી.

જામનગરની નોંધણી કરવા અંગેની કામગીરીમાં રજિસ્‍ટ્રારશ્રી, સહકારી મંડળીઓ, ગુજરાત રાજયના તા. ૧૯/૦૭/૧૯૯૬ના પરિપત્રની સૂચનાઓનો ભંગ કરવા સબબ તા. ર૪-૦૮-ર૦૦૭ના યાદીથી પઠવાયેલ આરોપનામા અન્‍વયે દોષિત ઠરતાં વિભાગના તા. ૦૬-૦૬-ર૦૧૬ના હુકમ ક્રમાંક ડીપીઇ-૧૦૦ર-૩૭ર-કથી લોખંડેને પગાર ધોરણમાં બે ઇજાફા ભવિષ્‍ય અસર વિના અટકાવવા સબબની શિક્ષા કરવામાં આવેલ અને શિક્ષાનું અમલીકરણ થયેલ હતું.

લોખંડે તત્‍કાલિન જિલ્લા રજિસ્‍ટ્રારશ્રી, સ.મં., રાજકોટની તેઓની તા. રપ-૦૧-ર૦૧૧ થી તા. ૦૩-૦૪-ર૦૧૩ સુધી ફરજો દરમિયાન શ્રી શિરોમણી શરાફી સહકારી મંડળી લી. (સૂચિત), રાજકોટની નોંધણીમાં થયેલ ક્ષતિ બાબતે દોષિત ઠરતાં વિભાગના તા. ૧૪-૧૧-ર૦૧૯ના હુકમ ક્રમાંકઃ ડીપીઇ-૧૦૧૩-૧૦૬પ(૧)-ક અન્‍વયે લોખંડેને પગાર ધોરણમાં એક તબકકો ભવિષ્‍ય અસર વિના ૧ર (બાર) માસ માટે નીચે ઉતરવા અને તે સમયગાળા દરમિયાન ઇજાફો મળવાપાત્ર થશે તે મતબલની શિક્ષા કરવામાં આવેલ અને શિક્ષાનું અમલીકરણ થયેલ હતું.

એમ. એસ. લોખંડેને ભુતકાળમાં તેમની કામગીરીની ક્ષતિઓ બાબતે વિભાગ દ્વારા વારંવાર શિક્ષા કરવામાં આવેલ અને તે શિક્ષાનું અમલીકરણ કરવામાં આવેલ. વધુમાં તેઓને તા. ર૩-૧૦-ર૦૧પ બાદ કોઇ બઢતી આપવામાં આવેલ નથી. વધુમાં લોખંડે સામેના એ.સી.બી. કેસ નં. ૦ર/ર૦૧૪ના તા. ૩૦-૧૧-ર૦રર ના ચુકાદામાં તેમને doubtful integrity ને આધારે દોષમુકત કરવામાં આવેલ છે. આમ, લોખંડેની સંપૂર્ણ સેવા વિષયક વિગતો જોતાં તેઓની સેવાઓ દરમિયાન તેઓની વર્તણૂંકમાં સરકારી સેવા અને કામગીરી પ્રત્‍યે નિષ્‍ઠાનો અભાવ જણાય છે. વધુમાં તેઓની સરકારી અધિકારી તરીકેની કામગીરીમાં doubtful integrity પણ જણાય છે.

ઉપર્યુકત સમગ્ર વિગતોએ ગુજરાત સહકારી સેવા વર્ગ-૧ માં ફરજ બજાવતા મનોજ સીતારામ લોખંડે, સંયુકત રજિસ્‍ટ્રાર (ઇન્‍સ્‍પેકશન) વર્ગ-૧ સહકારી મંડળીઓ, ગાંધીનગર અને ઇન્‍ચાર્જ નિયામક ખેત બજાર અને ગ્રામ્‍ય અર્થતંત્ર (જન્‍મ તારીખઃ ૧પ/૦૬૭/૧૯૬૮) ને આ હુકમ રવાના થયા તારીખથી ગુજરાત મુલ્‍કી સેવા (પેન્‍શન) નિયમો-ર૦૦રના નિયમ-૧૦ના પેટા ખંડ(૪)ની તથા સામાન્‍ય વહીવટ વિભાગના તા. ર૯-૦૯-ર૦ર૩ના ઠરાવની જોગવાઇઓ મુજબ સરકારી સેવામાંથી અપરિપકવ નિવૃત્ત કરવામાં આવે છે.

(3:37 PM IST)