<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th June 2024

રવિવારે જાદુગરોની જુગલબંધીઃ કોમેડીનો શો, હાસ્‍ય મિમિક્રીનો કાર્યક્રમ

સરગમ ચિલ્‍ડ્રનના સભ્‍યો માટે

રાજકોટ : સરગમ ચિલ્‍ડ્રન કલબના સભ્‍યો માટે તા. ૩૦ને રવિવારે જાદુગરોની જુગલબંધી જાદુગર શો નો કાર્યક્રમ હેમુગઢવી હોલ માં યોજાશે. આ કાર્યક્રમ માં જુગલબંધીની કરામત બતાવશે. સરગમ ચિલ્‍ડ્રન કલબ ના સભ્‍ય નં. ૧ થી ૧૦૦૦ માટે તા. ૩૦ને રવિવારે સવારે ૯ થી ૧૨કલાક સુધી રાખેલ છે. તથા  ચિલ્‍ડ્રન કલબ ના સભ્‍ય નંબર ૧૦૦૧ થી ૨૦૦૦ માટે તા. ૩૦ને રવિવારે બપોરના ૩ થી ૬ કલાક સુધી પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવ્‍યું છે. તમામ ચિલ્‍ડ્રન કલબ ના સભ્‍યો એ આઇકાર્ડ સાથે રાખવું રહેશે તેના વગર પ્રવેશ નહિ મળે જો કોઈ બાળકને ગેસ્‍ટ તરીકે આવું હોય તો તેના રૂ. ૧૦૦ ચાર્જ ભરીને આવી શકશે. આ કાર્યક્રમ માં મનહર ગઢવી અને ઉમેશ રાવ નામના બે જાદુગરો જાદુ અને મિમિક્રીનો બેવડો અનુભવ કરાવશે અને પોતાની કલા દ્રારા હાસ્‍યની રમઝટ બોલાશે. આ કાર્યક્રમને સફળ બનાવવામાં સરગમ કલબ ના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા ગીતાબેન હિરાણી, અલ્‍કાબેન કામદાર, ડો.અલ્‍કાબેન ધામેલિયા. ચેતનાબેન સવજાણી, ભાવનાબેન મહેતા, છાયાબેન દવે, જયશ્રીબેન મહેતા, જયશ્રીબેન વ્‍યાસ, વૈશાલીબેન શાહ, હેતલબેન થડેશ્વર વગેરે લેડીઝ કલબ ના તમામ કમિટી મેમ્‍બરો જહેમત ઉઠાવી રહ્યા છે.

(4:00 PM IST)