તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 28th June 2024
ઉનાળાના અછતના દિવસોમાં ૧૦૧૧ બોટલ રકત એકત્ર કરી અપાયું : કાલે રણછોડનગરમાં કેમ્પ

ઉનાળા દરમ્યાન રકતની સખ્ત અછત હતી ત્યારે માત્ર છેલ્લાં ૧૦ દિવસોમાં શ્રીમંદ્દ રાજચંદ્ર ફાઉન્ડેશનના સહયોગથી ૧૦૧૧ બ્લડ ની બોટલ્સ ( યુનિટો) રાજકોટ સિવિલ હોસ્પીટલના જરૂરીયાતમંદ દર્દીઓને અર્પણ કરી પ્રેરક સેવા પુરી પાડવામાં આવી હતી. ઉપરાંત શ્રીમંદ રાજચંદ્ર ફાઉન્ડેશન ના વિશેષ સહયોગથી અદાણી ગ્રુપ ના ચેરમેન ગૌતમ અદાણીના ૬૨માં જન્મદિવસે, તેમજ અદાણી ફાઉન્ડેશન દ્વારા આયોજીત કોપર લિમિટેડ મુન્દ્રા (કચ્છ) ખાતે રાજકોટ સિવિલ હોસ્પિટલના જરૂરીયાતમંદ્દ દર્દીઓના લાભાર્થે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવાંમાં આવેલ. આ કેમ્પમાં એકત્રિત કરેલ ૨૬૪ બ્લડ ની બોટલ્સ રાજકોટ સિવિલ હોસ્પિટલના દર્દીઓને અર્પણ કરવામાં આવેલ. અદાણી ગ્રુપના કોપર લિમિટેડ મુન્દ્રા પ્લાન્ટ ના શ્રી રણજીત ઠાકોર, ડોન મહેતા, મિખિલેશ શુક્લા, રાકેશ પરીખ, અલ્પેશ મોદી, જિજ્ઞેશ ડોડીયા તેમજ અદાણી ફાઉન્ડેશન અને અન્ય સ્ટાફ મિત્રોના સાથ-સહકાર આ મહારક્તદાન કેમ્પ માટે મળ્યો હતો. રાજકોટ સિવિલ હોસ્પિટલની મેડીકલ કોલેજના એમ.ડી. પેથોલોજિસ્ટ ડોક્ટર્સ ની ટીમ તેમજ ટેકનિશ્યન મિત્રોની ટીમ સેવામાં રહી હતી. દરમિયાન હવે પછીનો મહારક્તદાન કેમ્પ રાજકોટ સિવિલ હોસ્પિટલના લાભાર્થે કાલે તા. ૨૯ શનિવારે સ્વ.વિમલભાઈ રમેશભાઈ પરમારના ૩૨માં જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર ૬ તેમજ અખિલ ભારતીય કોળી સમાજ તેમજ તેમનાં જીગરજાન મિત્રો દ્વારા ભોજલ રામ કોમ્યુનિટી હોલ ત્રિવેણી ગેટ ની સામે સંતકબીર રોડ રણછોડ નગર ખાતે યોજવામાં આવેલ હોવાનું શ્રીમંદ રાજચંદ્ર ફાઉન્ડેશનના વિનય જસાણી (મો.૯૪ર૮ર ૦૦૬૬૦)ની યાદીમાં જણાવાયું છે.
(4:02 PM IST)










