<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th June 2024

ક્રિસ્‍ટલ સ્‍કુલની બસ કાદવમાં ફસાઇ ગઇ

 

રાજકોટ : શહેરના ૧પ૦ ફુટ રીંગ રોડ ઉપર એચસીજી હોસ્‍પિટલ પાસે ક્રિસ્‍ટલ સ્‍કુલની બસ કાદવમાં ફસાઇ ગઇ હતી. આ રોડ પર ડામર ન હોય અને વરસાદના પગલે રોડ ઉપર પાણી ભરાઇ ગયા હતાં. એક શાળાની બસ આ રોડ ઉપરથી પસાર થતાં કાદવ - કીચડમાં ફસાઇ ગઇ હતી. બસમાં બેઠેલા વિદ્યાર્થીઓ પણ મુંજાઇ ગયા હતાં. માંડ-માંડ બસને બહાર કાઢવામાં આવી હતી.

(4:03 PM IST)