<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th June 2024

સ્‍વ.વિમલભાઇ પરમારના ૩રમાં જન્‍મ દિવસ નિમીતે કાલે મહારકતદાન કેમ્‍પ

રાજકોટ સિવિલ હોસ્‍પીટલના લાભાર્થે

રાજકોટઃ સિવિલ હોસ્‍પીટલના જરૂરીયાતમંદ દર્દીઓને વિનામુલ્‍યે બ્‍લડ મળી રહે તેવા શુભઆશયથી સ્‍વ. વિમલભાઇ રમેશભાઇ પરમારના ૩૨માં જન્‍મદિવસ નિમિતે શ્રીમદ રાજચંદ્ર ફાઉન્‍ડેશનના વિશેષ સહયોગથી તા.ર૯ શનિવાર સવારે ૮ થી ર સુધી પંડીત દિનદયાલ ડોમ્‍યુનીટી હોલ યુનીટ-ર સેટેલાઇટ ચોક, બી-ડીવીઝન પોલીસ સ્‍ટેશન સામે પેડક રોડ ખાતે મહારકતદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવેલ છે.

આ કેમ્‍પમાં ભાજપ વોર્ડ નં. ૬ અખીલ ભારતીય કોળી સમાજ સ્‍વ.વિમલભાઇના મિત્રો, પરમાર પરીવાર શ્રીમદ રાજચંદ્ર ફાઉન્‍ડેશનના વિનય જસાણી, સિવિલ બ્‍લડ બેંકના એમ.ડી. પેથોલોજીસ્‍ટ ડોકટર્સની ટીમ માનદ સેવા આપશે. આ કેમ્‍પમાં રકતની પ૦૦ બોટલ એકત્ર થવાનો અંદાજ છે. 

તસ્‍વીરમાં મહેશભાઇ રાજપરા, વિજયભાઇ ગુજરાતી, જીજ્ઞેશભાઇ મૈયડ, ઋષીકભાઇ પરમાર, રવીભાઇ ઉંમર, દિશાંત જોગી, પ્રકાશ ભરાડીયા, વિજય ભરાડીયા, અંકિત મકવાણા, રૂચીત ધકાણ, કિશન ખિંટ નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(4:08 PM IST)