<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th June 2024

કાલે ગુજરાત ટેલેન્‍ટેડ આઇકોનિક એવોર્ડ

શિવાજી સેના ફાઉન્‍ડેશન દ્વારા ૬૦૦થી વધુ કલાકારોનું સન્‍માન

રાજકોટઃ આવતીકાલે તા.૨૯ ને શનિવારે શિવાજી સેના સાંસ્‍કૃતિક સેલ ગુજરાત દ્વારા રાજકોટ શહેરના આંગણે ‘‘ગુજરાત ટેલેન્‍ટ આઇકોનીક એવોર્ડ' આયોજન કરવામાં આવ્‍યું છે.

શિવાજી સેના અધ્‍યક્ષ શ્રી વિક્રમભાઇ સોરાણી તેમજ શિવાજી સેના સાંસ્‍કૃતિક સેલના અધ્‍યક્ષ શ્રી રાજુભાઇ સાંકરીયા દ્વારા યુટયુબર, વ્‍લોગર, વિડીઓ ક્રિયેટર, કલાકારોને પ્રોત્‍સાહન મળે તેમાં ગુજરાત ટેલેન્‍ટ આઇકોનિક એવોર્ડનું આયોજન આવતીકાલે તા.૨૯ને શનિવારે બપોરે ૨ થી સાંજે ૭ સુધી પેડક રોડ ઉપર આવેલ અટલ બિહારી બાજપાયી ઓડીટોરીયમ હોલ ખાતે કરવામાં આવેલ છે. જેમાં ૬૦૦ કલાકારોને એવોર્ડ અપાશે.

તસ્‍વીરમાં રાજુભાઇ સાંકળીયા સિંગર(શિવાજી સેના ગુજરાત સાંસ્‍કૃતિક સેલ પ્રદેશ અધ્‍યક્ષ), દેવાંગભાઇ કુકાવા (સંત વેલનાથ જયંતિ શોભાયાત્રા, પ્રમુખ), અરવિંદભાઇ સોરાણી (મેમ્‍બર, શિવાજી સેના) અને જીજ્ઞેશભાઇ સોરાણી (મેમ્‍બર શિવાજી સેન્‍ટર) નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(4:09 PM IST)