<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th June 2024

જિલ્લા પંચાયતના દરેક સભ્‍યને રૂા. બાવીસ લાખ ગ્રાન્‍ટ ફાળવાશે

આવક ઘટતા ગ્રાન્‍ટમાં ઘટાડો : ૧૮મીએ સામાન્‍ય સભામાં ઠરાવ

રાજકોટ તા. ૨૮ : જિલ્લા પંચાયતની કારોબારી બેઠક તા. ૮મીએ અને સામાન્‍ય સભા તા. ૧૮ જુલાઇ ગુરૂવારે સવારે ૧૧ વાગ્‍યે મળનાર છે. સામાન્‍ય સભાનો એજન્‍ડા સોમવાર આસપાસ પ્રસિધ્‍ધ થશે.

સામાન્‍ય સભાનું અધ્‍યક્ષ સ્‍થાન પંચાયત પ્રમુખ પ્રવીણાબેન રંગાણી સંભાળશે. હોદ્દાની રૂએ ડી.ડી.ઓ ડો. નવનાથ ગવ્‍હાણે સચિવની ભૂમિકામાં રહેશે.

નવા નાણાકીય વર્ષમાં પ્રથમ વખત સામાન્‍ય સભા મળી રહી છે તેથી સભ્‍યોને પોતાના મત વિસ્‍તારમાં વિકાસ કામો માટે ગ્રાન્‍ટની ફાળવણી કરવામાં આવશે. ગયા નાણાકીય વર્ષમાં પચીસ-પચીસ લાખ ગ્રાન્‍ટ ફાળવાયેલ. સ્‍ટેમ્‍પ ડયુટીની આવક ઘટતા હાલ સભ્‍યોની ગ્રાન્‍ટમાં કાપ આવશે. બજેટની જોગવાઇ મુજબ સભ્‍ય દિઠ રૂા. ૨૨ લાખ ગ્રાન્‍ટ ફાળવવાનું આયોજન થઇ રહ્યું છે. સભ્‍યો સામાન્‍ય સભાનો એજન્‍ડા પ્રસિધ્‍ધ થયા બાદ સભાના ૭ દિવસ પૂર્વેની મુદત સુધીમાં લેખિત પ્રશ્નો પૂછી શકશે.

(4:39 PM IST)