તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 28th June 2024
વિવિધ વિસ્તારોમાં સ્ટોર્મ વોટર લાઈનની નિયમિત સફાઈ કરવા દેવાંગ દેસાઈની તાકીદ
ચોમાસા દરમ્યાન શરૂ કરાયેલ ફલડ કંટ્રોલ રૂમની કામગીરીની સમીક્ષા કરાઈ ICCC ખાતેના ફલડ કંટ્રોલ રૂમ, વોર્ડ નં.૧૧માં વગળ ચોકડી, નાનામવા ગામ પાસે સ્ટોર્મ વોટરના કેચપીટની સફાઈ અને માધાપર ગામમાં ડ્રેનેજ લાઈનના કામની કામગીરી નિહાળતા મ્યુનિસિપલ કમિશનર

રાજકોટ,તા.૨૮: મ્યુનિસિપલ કમિશનરશ્રીએ આજે તા.૨૮ના ચોમાસા દરમ્યાન ICCC ખાતે શરૂ કરવામાં આવેલ ફ્લડ કંટ્રોલ રૂમ, વોર્ડ નં.૧૧માં વગળ ચોકડી, નાનામવા ગામ પાસે તથા આસપાસના વિસ્તારમાં સ્ટોર્મ વોટર કેચપીટની સફાઈ કામગીરી અને માધાપર ગામમાં ડ્રેનેજ લાઈનના કામની કામગીરી નિહાળી હતી. મ્યુનિસિપલ કમિશનરશ્રીએ ચોમાસા દરમ્યાન શરૂ કરાયેલ ફ્લડ કંટ્રોલ રૂમની કામગીરીની સમીક્ષા કરી તેમજ સ્ટોર્મ વોટર કેચપીટની નિયમિત સફાઈ કરવા સંબંધિત અધિકારીને સુચના આપી હતી.
ચોમાસા દરમ્યાન પાણી ભરાવા અંગે નાગરિકો દ્વારા આવતી ફરિયાદો અનુસંધાને મ્યુનિસિપલ કમિશનરશ્રીએ ICCC ખાતેના ફ્લડ કંટ્રોલ રૂમની મુલાકાત કરી વિગતો મેળવી હતી. નાગરિકો દ્વારા કેવા પ્રકારે ફરિયાદો આવે છે અને ફરિયાદનો નિકાલ કેટલા સમયમાં કરવામાં આવે છે તેની પણ માહિતી મેળવી હતી.
વધુમાં મ્યુનિસિપલ કમિશનરશ્રી જણાવ્યું હતું કે, ચોમાસા દરમ્યાન નાગરિકોને પાણી ભરાવા અંગે ફરિયાદ હોય તો ફ્લડ કંટ્રોલ રૂમ નં. ૦૨૮૧ - ૨૨૨૮૭૪૧ અને ૦૨૮૧ - ૨૨૨૫૭૦૭ પર પોતાની ફરિયાદ નોંધાવી શકે છે.
વોર્ડ નં.૧૧માં વગળ ચોકડી ખાતે સ્ટોર્મ વોટર પાણી ભરાવાની ફરિયાદ અનુસંધાને મુલાકાત કરી મ્યુનિસિપલ કમિશનરશ્રીએ વગળ ચોકડી અને સિલ્વરગોલ્ડ પાર્ક રેસીડેન્સી પાસે સ્ટોર્મ વોટર કેચપીટની નિયમિત સફાઈ કરવા સંબંધિત અધિકારીશ્રીને સુચના આપી હતી.
મ્યુનિસિપલ કમિશનરશ્રીએ માધાપર ગામ વોર્ડ નં.૩માં ડ્રેનેજ લાઈનના કામની મુલાકાત લઈ જરૂરી રિસ્ટોરેશન વર્ક માટે SOP તૈયાર કરવા સંબંધિત અધિકારીશ્રીને સુચના આપી હતી.
મ્યુનિસિપલ કમિશનરની વિઝિટ દરમ્યાન નાયબ મ્યુનિસિપલ કમિશનર ચેતન નંદાણી, સિટી એન્જી. શ્રી અતુલ રાવલ, કુંતેશ મેતા, ડી.ઇ.ઇ. એચ. એમ. કોટક અને પાર્થ પરમાર વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.(
(4:13 PM IST)










