તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th June 2024
રાજકોટમાં ફાયર NOC મુદ્દે નાના ધંધાવાળા પરેશાન
ઓફિસ, દુકાન કે ફેક્ટરીની ફાયરની NOC માટે અરજી કરી પણ નિર્ણય લેનારૂ કોઈ નહી હોવાથી ધંધાર્થીઓ ટેન્શનમાં

રાજકોટમાં અગ્નિકાંડ થયા બાદ હવે ફાયર વિભાગની ઓફિસ ખાલીખમ થઈ ગઈ છે કેમ કે મોટા ભાગના અધિકારીઓ પર કાર્યવાહી કરવામાં આવી છે. જેને લઈ ફાયર NOC મુદ્દે રાજકોટમાં નાના ધંધાવાળા પરેશાન થઈ ગયા છે
અધિકારીઓ અગ્નિકાંડમાં જેલમાં ગયા પછી નિર્ણય લેનારૂ કોઈ રહ્યું નથી ત્યારે લાખો રૂપિયાનું રોકાણ કરીને ઉભા કરેલા ધંધા પર અસમંજસ થઈ રહી છે.
ઓફિસ, દુકાન કે ફેક્ટરીની ફાયરની NOC માટે અરજી કરી પણ નિર્ણય લેનારૂ કોઈ નહી હોવાથી ધંધાર્થીઓ ટેન્શનમાં આવી ગયા છે.
લોન પર ધંધા કરતા ધંધાદારીઓને વ્યાજના ચક્કરમાં ફસાવાનો ડર સેવી રહ્યાં છે. ફીક્સ ખર્ચ વધતા જાય છે અને ધંધાનું ટર્નઓવર બંધ છે જેને લઈ મુશ્કેલીમાં મુકાયા છે
મહાનગરપાલિકામાં અગ્નિકાંડ થયા પછી નિર્ણય કોણ લે તે સૌથી મોટો સવાલ છે. રાજકોટ મહાનગરપાલિકામાં રોજે 100થી વધુ ફાયર NOCની અરજીઓ આવે છે ત્યારે ટેબલ પર ધૂળ ખાતી અરજીઓ વિશે નિર્ણય લેનારૂ કોઈ નથી અને નાગરિકોની પરેશાની વધતી જાય છે. સમગ્ર મામલે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના સેક્રેટરી નૌતમ પટેલનું નિવેદન સામે આવ્યું છે. .
(12:43 AM IST)










