તા. ૧ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૦ શનિવાર
News of Saturday, 29th June 2024
રાજકોટ જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ સફળ : કુલ ૩૧૩૪પ વિદ્યાર્થીઓને પ્રવેશ
રાજકોટ જિલ્લાની વિવિધ શાળાઓમાં પ્રવેશોત્સવ નિમિત્તે રાઘવજી પટેલ, જયેશ રાદડિયા, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન રંગાણી, ડી.ડી.ઓ. નવનાથ ગવ્હાથે, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દિક્ષિત પટેલ, નાયબ શિક્ષણાધિકારી અશોક વાણવી વગેરેએ હાજરી આપેલ તે પ્રસંગની તસ્વીર

રાજકોટ, તા. ર૯ : રાજ્યમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ- યોજાઇ ગયો આ પ્રવેશોત્સવમાં રાજકોટ જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં રોજ મંત્રીશ્રી રાધવજીભાઇ હંસરાજભાઇ પટેલ, મંત્રીશ્રી કૃષિ અને પશુપાલન વિભાગ, પડધરી તાલુકાની ન્યારા પ્રાથમિક શાળા, મોવૈયા તાશાળા, મોવૈયા કન્યા તા.શાળા, સરદાર પટેલ વિદ્યાલય અને કન્યા વિદ્યાલય ખામટા રાજકોટ તાલુકાની આણંદપર (બાધી) પ્રાથમિક શાળા, કોઠારીયા (ટં) પ્રા. શાળા, હડાળા પ્રાથમિક અને માધ્યમિક શાળા, લોધિકા તાલુકાની પારડી પ્રાથમિક શાળા, પારડી શીતળા પ્રા.શાળા, સ્વામી વિવેકાનંદ પ્રા શાળા પારડી ખાતે હાજરી આપી વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવ્યો હતો.
જયેશભાઇ રાદડીયા, ધારાસભ્ય, જેતપુર એ જેતપુર તાલુકાની જેપુર પ્રા.શાળા, સરધારપુર પ્રા.શાળા ખાતે હાજરી આપી હતી. જિલ્લામાં રાજ્યના નાયબ સચિવ તથા ઉપસચિવ કક્ષાના કુલ ૦૭ (સાત) અધિકારીશ્રીઓએ પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત મુલાકાત લીધી હતી શ્રી પ્રભવ જોષી કલેકટરશ્રી રાજકોટ એ રાજકોટ તાલુકાની સાતડા પ્રા.શાળા, કુચિયાદડ પ્રા.શાળા,બેટી(રામપરા) પ્રા શાળા, પડધરી તાલુકાની રંગપર પ્રા.શાળા, સુયોગી પાર્ક પ્રા.શાળા, ગોકુલપુર પ્રા.શાળા,રેડિયો સ્ટેશન પ્રા.શાળા, જે.જે.મહેતા હાઇસ્કુલ, તરઘડી તા શાળા અને તરઘડી પ્લોટ પ્રા.શાળા, રાજકોટ તાલુકાની રાજગઢ પ્રા.શાળા, બેડી પ્રા.શાળા અને બેડી-૧ પ્રા શાળા,ગૌરીદડ તા શાળા ખાતે હાજરી આપી હતી, પ્રમુખ પ્રવીણાબેન રંગાણીને જિ.પં .રાજકોટે રાજકોટ તાલુકાની કુચિયાદડ પ્રાશાળા અને બેટી(રામપરા) પ્રા.શાળા ખાતે હાજરી આપી હતી,શ્રી નવનાથ ગવ્હાણે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી રાજકોટએ જામકડોરણા તાલુકાની સાજડીયાળી પ્રાશાળા, ધોળીધાર તા. શાળા,બી.એમ રાણપરીયા હાઇસ્કુલ ધોળીધાર, જેતપુર તાલુકાની દેરડી પ્રા.શાળા, દેવકી કન્યા શાળા જે.એચ આડતીયા હાઇસ્કુલ, લોધિકા તાલુકાની ચાદલી પ્રા શાળા, પીપરડી પ્રા. શાળા, કોઠા પીપળીયા પ્રા.શાળા ખાતે હાજરી આપી હતી. શ્રી નવનાથ ગવ્હાણે, માન જિલ્લા વિકાસ અધિકારીશ્રી રાજકોટના માર્ગદર્શન હેઠળ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી દિક્ષિત પટેલ અને નાથબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. અશોક વાણવીએ સમગ્ર વ્યવસથા ગોઠવી હતી.
(11:59 AM IST)










