<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th June 2024

રાજકોટનો સોની શખ્સ પોણા ત્રણ કરોડના શંકાસ્પદ સોના સાથે ઝબ્બે

ચોટીલા પોલીસે ચેકીંગ કામગીરી દરમ્યાન સંજયભાઇ મદાણી ફર્યુ ફર્યુ બોલતા કરેલ કાર્યવાહી ૭ બોકસ દાગીના કબ્જે

(ફારૂખ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.૨૯: ચોટીલા ચામુંડા પોલીસ ચોકી નજીક વાહન ચેકિંગ દરમિયાન મળી આવ્યું શંકાસ્પદ સોનુ  શંકાસ્પદ સોનાના દાગીના સાથે રાજકોટના શખ્સની અટકાયત કરી. સોના ચાંદીના દાગીના ભરેલા ૦૭ બોકસ કબજે કરવામાં આવ્યા છે. કુલ ૪૧૨૨ ગ્રામ સોનુ જપ્ત કરવામાં આવ્યું.. સંજયભાઈ મદાણી  જે ઝડપાયેલા ઈસમ પાસેથી સોના ના બીલ અને પુરાવા માંગવામાં આવતા કોઈ બિલ કે પુરાવા પોલીસને ન મળ્યા હોય ચોટીલા પોલીસે સોનાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ચોટીલા ચામુંડા પોલીસ ચોકી પાસે વાહન ચેકીંગ દરમ્યાન બસમાંથી એક ઇસમ સંજયભાઈ જગજીવનભાઇ મદાણી સોની (ઉ.વ.૫૩) ધંધો.સોનીકામ રહે.રાજકોટ (૧૫૦ ફુટ રીંગરોડ રૂષીકેશ એકજોટીકા ૭૦૧) વાળો કાળા કલરના થેલા સાથે હાજર હોય જે મજકુર ઇસમને થેલામાં રહેલ સામાન બાબતે કોઇ સાચી હકિકત જણાવેલ ન હોય અને ફર્યું ફર્યું બોલતો હોય જેથી મજકુર ઇસમને સદર વાહનમાંથી અત્રેના ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે લાવી પુછતા પોતાના થેલામાં સોનાના દાગીના હોવાનું જણાવેલ હોય અને તે સોનાના દાગીનાનું કોઇ બીલ પોતાની પાસે નહી હોવાનું જણાવેલ હોય અને સદરહુ સોનાના બોક્ષ બાબતે મજકુર ઇસમ ફર્યું ફર્યું બોલતો હોય અને કોઇ સંતોષકારક જવાબ આપતા ન હોય જેથી ખરાઇ કરી મજકુર ઇસમના કબ્જામાં રહેલ સોનાના દાગીના ભરેલ બોક્ષ નંગ-૦૭ જેનો કુલ વજન ૪૧૧.૯૧૦ ગ્રામ કિ.રૂ.૨,૭૫,૫૧,૩૭૬/- નો મુદ્દામાલ હોય જે કલમ-૧૦૨ મુજબ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

આ કામગીરી કરનાર ઇન્સ્પેકટર આઇ.બી.વલવી તથા પો.હેડ કોન્સ. કેહાભાઇ મગનભાઇ મકવાણા તથા ધનરાજસિંહ જશુભા વાઘેલા તથા મહિપતસિંહ ઇન્દ્રસિંહ પરમાર તથા પો.કોન્સ. ભરતાભાઈ હાજાભાઇ તરગટા તથા સુખદેવસિંહ ચંદુભા રાઠોડએ કરી હતી

(12:34 PM IST)