તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th June 2024
સિવિલ હોસ્પિટલ એક બ્રીજ પર બાઇક સ્લીપ થતા પંચાસરના રામજીભાઇનું મોત
કોર્ટમાં મુદ્ત પૂરી કરી સાઢુભાઇ સાથે પરત જતાં તાઃ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મોત

રાજકોટઃ તા. ૨૯: શહેરની સિવિલ હોસ્પિટલ ચોકમાં બ્રીજ ઉપર બાઇક સ્લીપ થતા વાંકાનેર પંચાસરગામનાં પ્રોૈઢ ને ઇજા થતા તેનું રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મોત નિપજયુ હતું.
મળતી વિગત મુજબ વાંકાનેરના પંચાસર ગામમાં રહેતા રામજીભાઇ છોટુભાઇ કોંઢીયા (ઉ.વ. ૫૮) તા. ૨૨ ના રોજ સાઢુભાઇ સાથે બાઇકપર રાજકોટ કોર્ટમાં મુદ્તે આવ્યા હતા. મુદ્ત પુરી કરી બંને બાઇક પર પંચાસર જવા માટે કોટસ્થી નકળ્યા હતા. ત્યારે રામજીભાઇ બાઇક પર પાછળ બેઠા હતા. બંને સિવિલ હોસ્પિટલચોકમાં બ્રીજ ઉપર પહોંચતા અચાનક બાઇક સ્લીપ થતા રામજીભાઇને માથા તથા શરીરે ઇજા થઇ હતી. બાદ તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયુ હતું. મૃતક રામજીભાઇ મજૂરી કામ કરતા હતા. ચારપુત્રી અને બે પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે. આ બનાવ અંગે એ.ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્સ રમેશભાઇ ચૌહાણે પ્રાથમીક કામની તપાસ હાથધરી છે
(2:26 PM IST)










