તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th June 2024
ઇન્ટરનેશનલ ઇન્ટિરિયર ડિઝાઇનર્સ એસો.ના ઉપપ્રમુખપદે પ્રો. વિભાવરી જાની

રાજકોટ તા. ૨૯ : કેન્સાસ સ્ટેટ યુનિવર્સિટીમાં ઇન્ટિરિયર આર્કિટેકચર એન્ડ ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇનર્સના પ્રો. વિભાવરી જાનીની ધ ઇન્ટરનેશનલ ઇન્ટિરિયર એસોસીએશન દ્વારા તેમના સંચાલન હેઠળના ઇન્ટરનેશનલ બોર્ડ ઓફ ડિરેકટર્સના ઉપપ્રમુખ તરીકે વર્ષ ૨૦૨૪-૨૫ ની મુદત માટે વરણી કરવામાં આવી છે.
આઇઆઇડી સંસ્થા ૫૮ દેશોમાં વિસ્તરેલા તેના સભ્યોના વૈશ્વિક નેટવર્ક દ્વારા ડિઝાઇન ક્ષેત્રના વ્યવસાયિકો, ઉદ્યોગો સાથેના જોડાણકારો, અધ્યાપકો, વિદ્યાર્થીઓ, પેઢીઓ અને તેના ગ્રાહકોને મદદ કરે છે. ૨૮ કરતા પણ વધારે વર્ષોથી યુનાઇટેડ સ્ટેટસમાં કાર્યરત વિભાવરીબેને આર્કિટેકચર અને ડિઝાઇન ઇન્ડસ્ટ્રીઝમાં સંચાલન તેમજ વહીવટ ક્ષેત્રમાં સેવાઓ આપી છે. રચનાત્મક વિષયક આનુસંગિક, સમૂહલગ્ન પ્રવૃત્તિ અને શિક્ષણના પ્રકલ્પમાં હંમેશા પ્રવૃત રહે છે. તેમને સામાજીક ન્યાય ક્ષેત્રે કામગીરી બદલ આઇઆઇડીએ એજયુકેટર ડાઇવર્સિટી એવોર્ડ એનાયત થયો છે. વિભાવરીબેન સિસ્ટર નિવેદીતા સ્કુલ
રાજકોટના બાલમંદિરથી એસ.એસ.સી. સુધી અભ્યાસ કરેલ છે. અમદાવાદની સેપ્ટ યુનિવર્સિટીમાંથી ગ્રેજયુએટ થઇ અમેરીકામાં વેઇન સ્ટેટ યુનિવર્સિટી, ડીટ્રોઇટમાંથી માસ્ટરની ડીગ્રી મેળવી છે. હાલ કેન્સાસ સ્ટેટ યુનિવર્સિટીમાં ઇન્ટિરીયર આર્કિટેકચર એન્ડ પ્રોડકટ ડિઝાઇન, ધ કોલેજ ઓફ આર્કિટેકચર, પ્લાનીંગ એન્ડ ડિઝાઇનના પ્રાધ્યાપિકા તરીકે કાર્ય કરે છે. વિભાવરીબેન ગુજરાત રાજયના ગણનાપાત્ર શિક્ષણવિદો સ્વ. ઉષાબેન જાની અને ગુલાબભાઇ જાનીના સુપુત્રી છે.
(2:28 PM IST)










