<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th June 2024

મોબાઈલનું નેટવર્ક ભલે ૪જી કે ૫જી હોય પણ સંસાર અને સૃષ્‍ટિનું નેટવર્ક શિવજી જ ચલાવે છે : પૂ.હંસદેવગિરિ બાપુ

આદિકૈલાસમાં આયોજિત શિવમણપુરાણમાં ધર્મ સમાજ અને શહિદો માટે યાત્રિકોની અનોખી શિવનંદના

રાજકોટ : તાજેતરમાં શિવવંદના ચેરી.ટ્રસ્‍ટ અને શિવાય હોલીડેઝના સંયુક્‍ત ઉપક્રમે આદિ કૈલાસ વિસ્‍તારમાં વિશ્વમાં સૌપ્રથમ શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞની સાથે આદિ કૈલાસ યાત્રાનું આયોજન થયેલ. સતત સાત દિવસ વાતાવરણ ખૂબજ અનુラકૂળ રહેતા તમામ ૧૩૦ યાત્રિકો એ આદિકૈલાસના સંપૂર્ણ દશર્ન અને સાથે પાવર્તી સરોવર અને ગૌરીકુંડના દર્શનનો દુલર્ભ લાભ મળ્‍યો. ૐ પવર્તના સંપૂર્ણ દર્શન અદ્દભુત - અલૌકિક દર્શનથી યાત્રિકો અભિભૂત બન્‍યા. આદિકૈલાસ અને ૐ પર્વત બન્નેની પાવન ભૂમિ પર રાષ્‍ટ્રધ્‍વજ સાથે રાષ્‍ટ્રગાન અને શહિદોને યાત્રિકો દ્વારા શ્રધ્‍ધાંજલી અપાઈ. બંને જગ્‍યાએ યાત્રિકોએ મેડીટેશન અને પ્રાર્થના દ્વારા પરમતત્‍વની અનુભૂતિ પણ કરી.

ટ્રસ્‍ટના મેનેજીંગ ટ્રસ્‍ટી ડો. 

યશવંત ગૌસ્‍વામી જણાવે છે કે યાત્રામાં ૧૮ હજાર ફૂટની હાઈટ પર પહોંચી તમામ યાત્રિકો માટે ઈમરજન્‍સી સહિતની વ્‍યવસ્‍થા સાથે આંતરરાષ્‍ટ્રીય શિવકથાકાર પૂ. હંસદેવગિરિ બાપુના વ્‍યાસાસને શિવકથામાં યાત્રિકોને પૂ. બાપુએ પોતાની ઉત્તમ વાણી દ્વારા યાત્રિકોને સાચે જ રડાવી દીધા.શિવકથા દરમ્‍યાન યાત્રિકો સંગીતવૃંદના તાલે અનેક વાર મન મુકીને નાચ્‍યા. પૂ. બાપુએ કહ્યું કે  મોબાઈલનું નેટવર્ક ભલે ફોરજી કે ફાઈવજી હોય પણ સંસારનું નેટવર્ક / સૃષ્‍ટિનું નેટવર્ક તો શિવજી જ ચલાવે છે.

યાત્રા દરમ્‍યાન પંડીતજી પ્રમોદભાઈ દવે એ તમામ યાત્રિકોને હોમાત્‍મક લઘુરૂદ્ર યજ્ઞ, પાર્થિવ શિવલિંગ પૂજા, પિતૃતર્પણ સહિતની તમામ ધાર્મિક વિધિઓ વિધિ વિધાન સાથે કરાવી યાત્રિકોને ધાર્મિક અનુષ્‍ઠાન કરાવ્‍યું.

ડો. ગોસ્‍વામીએ શિવમહાપુરાણ જ્ઞાનયજ્ઞ  દરમ્‍યાન વિવિધ હેતુઓ માટે અનુદાનની અપીલ કરતા કુલ રૂા ૧૨,૫૦૦૦ જેટલુ અનુદાન પ્રાપ્ત થયું. જેમાં વિવિધ ધાર્મિક વિધિ માટે પ્રાપ્ત અનુદાન રૂા ૩,૪૮૦૦૦ માં રૂા ૫૧,૦૦૦ ટ્રસ્‍ટ દ્રારા ઉમેરી કુલ રૂા ૪,૧૧,૦૦૦ શહિદ ફંડ એકત્ર થયું. મનો કામના મહાદેવ મંદિર પરિસર માં સુવિધા માટે રૂા ૨,૭૫,૦૦૦નું અનુદાન પ્રાપ્ત થયું જે સ્‍થળ પર જ મંદિર નિર્માણ ટ્રસ્‍ટને  અપર્ણ કરાયું. નાભી વીલેજમાં ૫૫ પરિવાર

માં પ્રકાશ પાથરવાનું કામ ભરતભાઈ ફૂલેત્રાએ કર્યુ. આ તમામ પરિવાર માટે તાત્‍કાલીક ઓર્ડર થી સોલાર બેટરી મંગાવી

રૂા ૩,૫૦,૦૦૦ની બેટરીનું વિતરણ કથા સમાપન સમયે કરાયુ઼. ગામમાં રહેતા અતિ ગરીબ પરિવારના અભ્‍યાસ કરતા કુલ ૭ વિર્દ્યાથીઓને યાત્રિકો દ્વારા રૂા ૧ લાખનું અનુદાન ઉપરાંત શિવ કથા દરમ્‍યાન કીચનમાં કડકડતી ઠંડીમાં વાસણ સાફ કરી યાત્રિકોને મદદ કરનાર ૦૧૦ થી વધુ લોકોને રૂા ૧ લાખથી વધુ અનુદાન અપાયુ.

સંજયભાઈ ગોસ્‍વામીએ યાત્રા દરમ્‍યાન વિવિધ કાર્યમાં ૪ લાખનું અને

ભરતભાઈ ફૂલેત્રાએ ૪ લાખનું યોગદાન આપ્‍યું. મહેશભાઈ પીપળીયા એ યાત્રા પૂર્વે જ રૂા ૭ લાખ ભોજન અને કથાકારનું અનુદાન આપેલ. તેઓએ કાશીમાં આયોજીત શિવકથામાં તમામ યાત્રિકોને પોતાના ખર્ચે શિવકથામાં કાશી લઈ જવાની જાહેરાત કરી.આમ આ માત્ર યાત્રા જ નહીં પરંતુ ધર્મ-સમાજ-રાષ્‍ટ્ર અને શહિદો ના કલ્‍યાણ માટે યાત્રિકોએ આશરે રૂા ૨૦ લાખનું યોગદાન આપી સાચા અર્થમાં યાત્રાને યાદગાર બનાવવાની સાથે પૂણ્‍યનું ભાથુ

બાંધી સેવાકાર્યનો અનોખો યજ્ઞ ચલાવી મહાદેવની કૃપાના અધિકારી બન્‍યા. યાત્રા દરમ્‍યાન વ્‍યસન મુક્‍તિ અભિયાન પણ ચલાવવામાં આવેલ.

(2:32 PM IST)