<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th June 2024

મનપાની દબાણ શાખા ત્રાટકી : રસ્‍તા પર નડતરરૂપ ૨૭૫ રેકડી - કેબીન જપ્‍ત

રાજમાર્ગો પર રાજકીય - સામાજીક સંસ્‍થાના મંજુરી વિનાના ૩૪૫ બોર્ડ-બેનરોના દબાણ હટાવાયા

રાજકોટ તા. ૨૯ : મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ.૧૬ થી ૨૨ દરમ્‍યાન ᅠરાજકોટ શહેરમાં જુદી જુદી જગ્‍યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા ૩૬ રેકડી-કેબીન, અન્‍ય ચીજવસ્‍તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, ૩૪૫ બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે.

આ અંગે મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ જયુબેલી માર્કેટ,ᅠજામનગર રોડ,ᅠગુંદાવાડી,ᅠગાયત્રીનગર મેઈન રોડ, આહીર ચોકᅠમવડી મેઈન રોડ, પુષ્‍કરધામ મેઈન રોડ, ભીમનગર મેઈન રોડ, રામાપીર ચોકડી પાસેથી રસ્‍તા પર નડતર રૂપᅠ૨૬ᅠᅠરેકડી - કેબીન જપ્ત કરવામાં આવી હતી.

જયોતિનગર,નાણાવટી ચોક,પંચાયત ચોક,ગોવિંદબાગ,નાના મૌવા મેઈન રોડ, આનંદબંગલા ચોકᅠ,અર્ટીકા,રવિરત્‍ન પાર્ક, માધાપર ચોકડી,જામનગર રોડ,કોર્ટ ચોક, ગાયાત્રીનગર,હોસ્‍પિટલ ચોકડીᅠપરથી જુદીજુદી અન્‍ય ૨૪૯ પરચુરણ ચીજ વસ્‍તુઓ જપ્ત કરવામાં આવેલ.

જંક્‍શન રોડ,જયુબેલી,પંચાયત ચોક,રામાપીર ચોકડી,પુષ્‍કરધામ મેઈન રોડ,માધાપર રિંગ રોડ,લક્ષ્મીનગર નાલા પાસેથી ૨૫૦ કિલો શાકભાજી - ફળ જપ્ત કરવામાં આવેલ.

પુષ્‍કરધામ મેઈન રોડ,નાણાવટી ચોક, રૈયા રોડ,નંદનવન,મવડી વિસ્‍તાર, મટકી ચોક, સ્‍વામીનારાયાણ ચોક પરથીᅠ રૂ.૨૫,૫૦૦ મંડપ કમાન છાજલી ભાડુ વસુલ કરવામાં આવેલ છે.

કોઠારીયા રોડ,મોરબી રોડ,ભાવનગર રોડ, કુવાડવા રોડ ૮૦ફુટ રોડ,અટિકા ફાટક, જામનગર રોડ,ટાગોર રોડ,આનંદબંગલા ચોક, મવડી મેઈન રોડ, આહિર ચોકᅠપરથી રૂ.૪,૫૦૦/- વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવ્‍યો હતો.

અંબીકા ટાઉનશીપ,કાલાવડ રોડ,યુનિ. રોડ, સ્‍પિડવેલ ચોક સુધી,સાધુવાસવાણી રોડ, ઢેબર રોડ,જામનગર રોડ,ટાગોર રોડ, રેસકોર્ષ રિંગરોડ,ᅠસંતકબીર રોડ,પેડક રોડ, ભાવનગર રોડ પરથી ૩૪૫ બોર્ડ-બેનર જપ્ત કરેલા છે.

(3:07 PM IST)