<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th June 2024

આધાર કાર્ડ સંલગ્ન થમ્‍પ ઇમ્‍પ્રેશનનો ડેટા ચોરી મેનેજરના એકાઉન્‍ટમાંથી ૧ લાખ ઉપાડી લેવાયા!

બીકાનેરના ગઠીયાએ દસ હજાર પાછા જમા કરાવી દીધાઃ શહેર સાયબર ક્રાઇમ પોલીસે ગંગોત્રી પાર્ક બ્‍લુ ડાયમન્‍ડમાં રહેતાં મેટોડાની કંપનીમાં ફરજ બજાવતાં વિપુલભાઇ મહેતાની ફરિયાદ નોંધી

 

રાજકોટ તા. ૨૯: સાયબર ફ્રોડની વધુ એક ઘટના બની છે. જેમાં શહેરના ગંગોત્રી પાર્ક રોડ પર રહેતાં અને મેટોડાની કંપનીના મેનેજરના આધાર કાર્ડ સંલગ્ન થમ્‍બ ઇમ્‍પ્રેશનનો ડેટા કોઇપણ રીતે મેળવી લઇ તેમના બેંક એકાઉન્‍ટમાંથી ૧૦-૧૦ હજાર કરી ૧ લાખ ઉપાડી લેવાયા બાદ ૧૦ હજાર ફરી જમા કરાવી દેવાયા હતાં. ૯૦ હજારની ઠગાઇ થતાં ગુનો દાખલ કરાવાયો છે. બીકાનેરના શખ્‍સ સહિતનાને શોધવા સાયબર ક્રાઇમ પોલીસે તપાસ હાથ ધરી છે.

આ બનાવમાં સાયબર ક્રાઇમ પોલીસે યુનિવર્સિટી રોડ ગંગોત્રી પાર્ક મેઇન રોડ પર બ્‍લુ ડાયમંડ સી-૩૦૩ ખાતે રહેતાં અનેમેટોડામાં સુપર ટેક કંપનીમાં માર્કેટીંગ મેનેજર તરીકે નોકરી કરતાં વિપુલભાઇ નટવરલાલ મહેતા (ઉ.વ.૫૨)ની ફરિયાદ પરથી શીશુપાલ અને તપાસમાં ખુલે તેની સામે આઇપીસી ૪૨૦ તથા આઇટી એક્‍ટ હેઠળ આધારકાર્ડ સંલગ્ન થમ્‍બ ઇમ્‍પ્રેશનનો ડેટા કોઇ કોમ્‍યુટર રિસોર્સથી કોઇપણ અપ્રમાણીક રીતે મેળવી લઇ તેમના બેંક એકાઉન્‍ટમાંથી રૂા. ૯૦ હજાર ઉપાડી લીધાનો ગુનો નોંધ્‍યો છે.

વિપુલભાઇ મહેતાએ ફરિયાદમાં જણાવ્‍યું છેક ે તા. ૪ળ૧/૨૪ના રોજ હું ઘરે હતો ત્‍યારે રૂા. ૧૦ હજાર ડેબીટ થયાનો મને મેસેજ આવ્‍યો હતો. મેં પાસબૂક ચેક કરતાં ધ્‍યાને આવ્‍યું હતું કે અલગ અલગ આઇડીમાંથી દસ દસ હજારના ટ્રાન્‍જેક્‍શન થયા હતાં. આ રીતે કુલ ૧ લાખ મારા ખાતામાંથી મારી જાણ બહાર ઉપડી ગયા હતા. આથી હું બેંક ઓફ બરોડાની કાલાવડ રોડ બ્રાન્‍ચ ખાતે ગયો હતો અને મેનેજરને મળી જણાવેલુ કે મારા બેંક એકાઉન્‍ટમાંથી રૂપિયા શેના ઉપડી ગયા છે?

મેં તેમને લેખીત રિપોર્ટ આપ્‍યો હતો અને આ રૂપિયા કયા એકાઉન્‍ટમાં ગયા છે તેની વ્‍ગિતો મને બેંક મેનેજરે આપી હતી. તેમજ કહેલુ કે તમારા આધાર કાર્ડના ફિંગર અનલોકના હિસાબે તમારામાંથી કોઇએ ફ્રોડ કરી આ રૂપિયા ઉપાડી લીધા છે. આથી મેં સાયબર ક્રાઇમ હેલ્‍પલાઇન નંબર ૧૯૩૦માં ફોન કરી અરજી કરી હતી. એ પછી મને ૧૦ હજાર મારા એકાઉન્‍ટમાં ફરી જમા થયા હતાં. મારાી જે રકમ ઉપડી ગઇ હતી તે બેંક ઓફ બરોડાના એકાઉનટ હોલ્‍ડર શીશુપાલ (રહે. બિકાનેર)એ ઉપાડયા હોઇ તેવી વિગતો મળતાં મેં ફરિયાદ દાખલ કરાવી છે. તેમ વધુમાં વિપુલભાઇએ જણાવતાં પીઆઇ એમ. એ. ઝણકાટે વિશેષ તપાસ હાથ ધરી છે.

(4:20 PM IST)