<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th June 2024

શહેરીજનોએ ૧૦ વર્ષ પહેલાના આધારકાર્ડ અપડેટ કરાવવા

રાજકોટ તા. ૨૯ : છેલ્લા ૧૦ વર્ષ દરમ્‍યાનᅠ‘આધાર'ᅠઓળખનાં સૌથી સ્‍વીકૃત પુરાવા તરીકે થઇ આવેલ છે. જેમાં બાયોમેટ્રીક પ્રમાણીકરણથી રહિશની ઓળખ કરવાની જોગવાઈ છે. રહીશો/જાહેર જનતા દ્વારા વિવિધ પ્રકારની સરકારી સેવાઓનો લાભ લેવા માટે આધારનો ઉપયોગ કરવામાં આવે છે. સરકારની અલગ-અલગ યોજનાકીય લાભ મેળવવા માટે આધારની વિગતો સમયાંતરે અપડેટ કરવી જરૂરી છે.

આ પ્રકારનાં ડોક્‍યુમેન્‍ટ અપડેટ કરાવવા માટે રાજકોટ મહાનગરપાલિકાની ઝોનલ કચેરીઓનાં આધાર કેન્‍દ્રો (૧) ડો.આંબેડકર ભવન,ᅠસેન્‍ટ્રલ ઝોન,ᅠગ્રાઉન્‍ડ ફલોર,ᅠઢેબરભાઈ રોડ,ᅠરાજકોટ, (૨) ઝવેરચંદ મેઘાણી વિભાગીય કચેરી,ᅠપૂર્વ ઝોન,ᅠભાવનગર રોડ,ᅠરાજકોટ તથા (૩) હરિસિંહજી ગોહિલ વિભાગીય કચેરી,ᅠવેસ્‍ટ ઝોન,ᅠ૧૫૦ᅠરીંગ રોડ,ᅠરાજકોટ ખાતે કચેરીનાં કામગીરીનાં સમય દરમ્‍યાન તેમજ બીજા અને ચોથા શનિવારનાં રોજ સવારે ૧૦ કલાક થી સાંજે ૬.૧૦ કલાક સુધીમાં નિયત ફી સાથે કરાવી શકશે.

તેમજ વિશેષ માહિતગાર કરવાનાં કે,ᅠ૧૦ વર્ષ સુધી આધાર કાર્ડ અપડેટ કરાવેલ ન હોય તેવા રહીશોᅠUIDAIᅠની વેબસાઈટ-ᅠhttps://myaadhaar. uidai. gov.in/ પરથી તા.૧૪ સપ્‍ટેમ્‍બર સુધી વિનામુલ્‍યે તેમનાં આધાર કાર્ડમાં ડોક્‍યુમેન્‍ટ અપડેટ કરાવી શકે છે. જેની જાહેર જનતાએ નોંધ લેવા વિનંતી.

(3:18 PM IST)