તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th June 2024
શ્રી બાલાજી હનુમાનજી મહારાજને ખારેકનો દિવ્ય શણગાર : મારૂતિ યજ્ઞ યોજાયો : સાંજે ધ્વજારોહણ

(દર્શન મકવાણા દ્વારા)જામજોધપુર તા.૨૯ : રાજકોટ શ્રી બાલાજી હનુમાનજી મંદિર ખાતે આજે શનિવારે મહાપ્રતાપી શ્રી બાલાજી હનુમાનજી દાદાને ખારેકનો દિવ્ય શણગાર કરાયો છે. જેના દર્શન કરી ભક્તો ભાવવિભોર થયા છે. આ સાથે આજે મારુતિયજ્ઞ પણ યોજાયો હતો જેનો બહોળી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો.
આજે સાંજે ધ્વજારોહણનું પણ આયોજન કરવામાં આવ્યું છે તેમજ સાંજે ૭.૧૫ કલાકે રાજોપચાર પદ્ધતિથી થતી હનુમાનજીદાદાની સંધ્યા આરતીમાં હજારો ભક્તો દાદાના દર્શન અને આરતીનો દિવ્ય લાભ લેશે. પરિવાર સાથે હનુમાનજીદાદાના દર્શન કરી ધન્યતાની અનુભતી કરવા શ્રી બાલાજી હનુમાનજી મંદિરની યાદીમાં જણાવાયું છે.
(3:22 PM IST)










