<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th June 2024

રાજકોટના ચીફ ફાયર ઓફીસર તરીકે ભુજના અનિલ મારૂને ચાર્જઃ કાર્યભાર સંભાળ્‍યો

રાજય સરકારે ગઇકાલ મોડી રાત્રેની નીયુકતી કરીઃ ૨૦૧૧ થી કચ્‍છ જિલ્લાના ડીસ્‍ટ્રીકટ ફાયર ઓફિસર તરીકે કાર્યરતઃ સીલીંગ સહિતની કામગીરીને પ્રાથમીકતા

(વિનોદ ગાલા) ભુજ તા.૨૯: રાજકોટ ગેમઝોનની દુર્ઘટના બાદ રાજકોટ મ્‍યુનિસિપલ કોર્પોરેશનના ચીફ ફાયર ઓફિસર તરીકે સરકારે હાલે કાર્યકારી ધોરણે કચ્‍છ જિલ્લાના ડિસ્‍ટ્રીક્‍ટ ફાયર ઓફિસર અનિલ મારુની ચીફ ફાયર ઓફિસર તરીકે નિયુક્‍તિ કરી છે.

તેમણે આજથી જ રાજકોટમાં પોતાનો કાર્યભાર સંભાળી લીધો છે.  પોતે છેલ્લા ૩ વરસથી રાજકોટ રૂરલ ના રિજિયોનલ ફાયર ઓફિસર તરીકે કાર્યભાર સંભાળી રહ્યા હોવાનું અનિલ મારુએ અકિલા ને જણાવ્‍યું હતું. નાગપુર મધ્‍યે આવેલ દેશની પ્રતિષ્ઠિત નેશનલ ફાયર ઇન્‍સ્‍ટિટયૂટ માંથી ડીઓ તેમ જ બીએસસી ફાયર કોર્સ પૂર્ણ કર્યા બાદ ૨૦૧૧ થી તેમણે ભુજમાં કચ્‍છ જિલ્લા ડિસ્‍ટ્રીક્‍ટ ફાયર ઓફિસર તરીકે કાર્યભાર સંભાળ્‍યો છે.

કુદરતી આપત્તિઓ અને બબ્‍બે મહા બંદરો સાથે મોટા ઔધોગિક એકમો એકમો ધરાવતા કચ્‍છ જિલ્લામાં તેમણે એક દાયકા દરમ્‍યાન સુંદર કામગીરી કરી છે. મૂળ કચ્‍છના વતની અનિલ મારુ  એક દાયકાથી વધુ અનુભવ ધરાવતા યુવા ઉત્‍સાહી ફરજ પરસ્‍ત અધિકારી છે.

મ્‍યુનિ.કોર્પોરેશનમાં ફાયર એનઓસી આપવાની સતા ચીફ ફાયર ઓફીસર સિવાય કોઇ પાસે નથી ત્‍યારે ટી.પી.ઓની જેમ ડેપ્‍યુટેશન પર અધીકારી આપવા મનપા હોદેદારો સરકારને પત્ર લખી માંગ કરવામાં આવતા ગઇકાલ મોડી રાત્રે રાજય સરકાર દ્વારા કચ્‍છ-ભુજના અનિલ મારૂને રાજકોટના ચીફ ફાયર ઓફીસર તરીકે ચાર્જ સોંપવામાં આવ્‍યો :

અત્રે નોંધનીય છે કે, રાજકોટ મનપાના પુર્વ ચીફ ફાયર ઓફીસર ઇલેશ ખેર અને ડેપ્‍યુટી ફાયર ઓફિસર ભીખાભાઇ ઠેબાને ટી.આર.પી ગેમઝોન દુર્ધટનામાં કામમાં બેદરકારી બદલ સસ્‍પેન્‍ડ કરાયા છે.

(3:43 PM IST)