તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th June 2024
ક્રાઇમ બ્રાંચે જૂગાર રમતાં ૪ને પકડયાઃ ૬૫ હજાર રોકડા કબ્જે
૧૫૦ ફુટ રીંગ રોડ પર કાર-લે વેંચના મેદાનમાં દરોડો હેડકોન્સ. અનિલભાઇ સોનારા,કોન્સ. હરદેવસિંહ રાણાની બાતમી

રાજકોટ તા. ૨૯: શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ પર ડો. બાબાસાહેબ આંબેડકર ચોક નજીક આવેલા કાર લે-વેંચ માટેના પ્લોટમાં આવેલી ઓરડીમાં જૂગાર રમાતો હોવાની બાતમી ક્રાઇમ બ્રાંચના હેડકોન્સ. અનિલભાઇ સોનારા, કોન્સ. હરદેવસિંહ રાણાને મળતાં દરોડો પાડી રજની વિનુભાઇ જસાણી (રહે. ગાયકવાડી-૮/૩, ગાયત્રી એપાર્ટમેન્ટ ફલેટ નં. ૧૦૨ા, જશુ ટાભાભાઇ ચાંડપા (રહે. વૃંદાવન સોસાયટી એલ વીંગ-૨૦૧, માધાપર), પરેશ ભુપસિંગ ચાવડા (રહે. લક્ષ્મીવાડી-૧૭/૧૧ ખોડિયાર કૃપા) અને મિલન કિશોરભાઇ જાદવ (રહે. નહેરૂનગર-૨, નાના મવા રોડ)ને પકડી લઇ રૂા. ૬૫ હજાર રોકડા તથા ગંજીપાના કબ્જે લેવાયા હતાં.
પોલીસ કમિશનર બ્રજેશ ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ બી. બી. બસીયાની સુચના અને પીઆઇ એમ. આર. ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એ. એસ. ગરચર, અનિલભાઇ સોનારા, મહેશભાઇ ચાવડા, હરપાલસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, અશ્વિનભાઇ પંપાણીયાએ આ કામગીરી કરી હતી.
(3:44 PM IST)










