તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th June 2024
હેમુગઢવી હોલ પાછળના નાલાએ પાણી ભરાતા લોકો અન્ય માર્ગથી અવર-જવર કરે તે હિતાવહ : અભિષેક તલાટીયા
જાગૃત નાગરિક અને યુવા હોટેલીયરની અપીલ

રાજકોટ,તા.૨૯ : આજે શહેરમાં સવારથી જ વરસાદી માહોલ વચ્ચે બપોરે જોરદાર ઝાપટું આવતા ઘણા વિસ્તારોમાં પાણી ભરાવાની ફરિયાદો ઉઠી છે.
ત્યારે શહેરના યુવા હોટેલીયર શ્રી અભિષેક તલાટીયા (મો. ૮૫૧૧૬ ૭૯૮૭૯)એ હેમુગઢવી હોલ પાછળના નાલા ખાતે ખુબ જ પાણી ભરાતા લોકોને એસ્ટ્રોન ચોકવાળા અંડર પાસ અથવા અન્ય રસ્તા પરથી અવર -જવર કરવા અપીલ કરી છે.
(3:46 PM IST)










