તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Saturday, 29th June 2024
રાજકોટ બેડી માર્કેટ યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટે પાંચ જુલાઈએ ચૂંટણી
ત્રણ નિરીક્ષકો જૂનાગઢના પ્રદીપ ખીમાણી તથા જામનગરના હસમુખ હિંડોચા અને અમીબેન પરીખ મંગળ અથવા બુધવારે યાર્ડના ડિરેક્ટર સહિતના અપેક્ષિત સભ્યોની સેન્સ લેશે

રાજકોટ બેડી માર્કેટ યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટે પાંચ જુલાઈએ ચૂંટણી યોજાનાર છે પ્રદેશ ભાજપ તરફથી આજે મોડી સાંજે ત્રણ નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. જૂનાગઢના પ્રદીપ ખીમાણી તથા જામનગરના હસમુખ હિંડોચા અને અમીબેન પરીખ મંગળ અથવા બુધવારે યાર્ડના ડિરેક્ટર સહિતના અપેક્ષિત સભ્યોની સેન્સ લેશે .જયેશ બોઘરા પરસોતમ સાવલિયા અને વિજય કોરાટ ચેરમેન પદ માટેના મુખ્ય દાવેદાર ગણાય છે . સહકારી ક્ષેત્રે ગરમાવો આવ્યો છે
(11:06 PM IST)










