<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th June 2024

નવગામમાં મારૂતિ એન્ટરપ્રાઇઝ ગોડાઉનમાંથી અઢી લાખની ચોરી: કુવાડવા પોલીસે તપાસ આદરી

રાજકોટ: કુવાડવા રોડ પોલીસ મથક હેઠળના વિસ્તારોમાં મંદિરોમાં ચોરી કરનાર તસ્કરને તાજેતરમાં ઝડપી લેવાયો હતો. ત્યાં નવાગામ વિસ્તારમાં વધુ એક ચોરીનો બનાવ બન્યો છે. હવે તસ્કર ગોડાઉનમાં ત્રાટકી હાથફેરો કરી ગયો છે.

બનાવ અંગે નાનામવા રોડ પર જીવરાજ પાર્કમાં સ્પીડવેલ હાઈઝ-એ-૫૦૧માં રહેતા વિવેકાઈ રજનીકાંતભાઈ ચનીયારા (ઉ.વ. ૨૯)એ  નવાગામમાં આવેલ મારૂતી એન્ટરપ્રાઇઝમાંથી તસ્કરો ૧૦ ટીવી, ૨ હોમ થીયેટર અને ૨ સાઉન્ડ બાર મળી રૂા. ૨.૫૦ લાખની ચોરી કર્યાની કુવાડવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પીઆઇ વી.આર. રાઠોડ અને ટીમે ગુનો નોંધી તપાસ ચાલુ કરી છે.

(9:44 AM IST)