તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 30th June 2024
રાજકોટના એસ્ટ્રોન ચોકની હોસ્ટેલમાં રહેતી જામનગર પંથકની ૧૫ વર્ષની સગીરા ગૂમ: માલવીયા નગર પોલીસે અપહરણનો ગુનો નોંધ્યો

રાજકોટ: અહીંની એસ્ટ્રોન સોસાયટીમાં આવેલી હોસ્ટેલમાં મુકવામાં આવેલી જામનગર પંથકની સગીરા ગૂમ થતાં પોલીસે અપહરણનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
આ બનાવમાં સગીરાના જામનગર રહેતા પિતાએ તેની દીકરીના અપહરણ અંગે માલવિયાનગર પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત ૨૭ તારીખે મોટી દીકરી મારી ૧૫ વર્ષની નાની દીકરીને રાજકોટની એસ્ટ્રોન સોસાયટીમાં આવેલ એ પી હોસ્ટેલમાં મુકવા આવી હતી. બીજા દિવસે હોસ્ટેલથી ફોન કરી તમારી દીકરી અહીં નથી આવી. આવું કહેવામાં આવતા તપાસ કરતા હોસ્ટેલમાં મુક્યા બાદ ૧૫ મીનીટમાં દીકરી બેગ લઈને જતી હોવાનું જોવા મળતા અજાણ્યો શખ્સ ભગાડી ગયાની ફરિયાદ નોંધાવતા પીઆઇ આર.જે.દેસાઈની રાહબરીમાં પીએસઆઇ વી.એ.ઝાલાએ તપાસ હાથ ધરી છે.
(9:47 AM IST)










