તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 30th June 2024
રાજકોટના રૈયાધારના ગઈકાલે ગૂમ થયેલા ભંગારના ધંધાર્થી વિનોદ દેવીપૂજક નામના યુવાનની માથું છૂંદી હત્યા કરાયેલી લાશ મળી

રાજકોટ: શહેરમાં હત્યાની વધુ એક ઘટના બની છે. રૈયાધાર મચ્છો ક્વાર્ટરમાં રહેતો વિનોદ દિનેશભાઇ વઢીયારા ઉ.વ.૨૪ નામનો યુવાન ગઈકાલે ત્રણ પૈડાવાળી સાયકલ લઈ ભંગારની ફેરી કરવા નીકળ્યા બાદ ગૂમ થયો હતો. આજે સાંજે રૈયાધાર ડ્રિમસીટી શાંતિ નગર નજીકના પટમાંથી તેની હત્યા કરાયેલી લાશ મળતા ચકચાર મચી ગઇ છે.
ગઈકાલે વિનોદ સાયકલ લઈ ભંગારની ફેરી કરવા નીકળ્યા બાદ બપોરે ત્રણેક વાગ્યે તેની માતાએ વરસાદ જેવું હોઈ ઘરે આવી જવા કહેતા ભંગાર ખાલી કરીને આવે છે એમ કહ્યું હતું. બાદમાં ચાર વાગ્યા સુધી ન આવતા માતાએ ફરીવાર ફોન કરતા ફોન બંધ આવતો હતો. આથી પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી અને પોલીસને જાણ કરી હતી.
આજે ફરીથી શોધખોળ શરૂ કરતાં રૈયાધાર શાંતિ નગરના ઢાળ નજીકથી વિનોદની ભંગારની ફેરીની ટ્રાઈસિકલ ખાલી હાલતમાં મળી હતી. આસપાસ તપાસ કરતા પટમાંથી વિનોદની માથું છુંદેલી લાશ મળતા અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવની જાણ થતાં યુનિવર્સિટી ઇન.પીઆઇ જે.એમ કૈલા, ડી.સ્ટાફ, એલસીબી ઝોન 2 ટીમ સહિતે પહોચી તપાસ શરૂ કરી છે. હત્યાનો ભોગ બનનારને સંતાનમાં દોઢ વર્ષની દીકરી છે. પત્ની હાલ પિયર ગઈ છે. ભેદ ઉકેલવા પોલીસની ટીમો કામે લાગી છે.
(6:08 PM IST)










