<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st July 2024

બળાત્‍કારના ગુનામાં પેરોલ પર જેલમાંથી બહાર આવેલા આધેડનું તબિયત બગડયા બાદ મોત

૨૭મીએ સારવાર માટે દાખલ કરાયા બાદ દમ તોડયોઃ જુના મોરબી રોડના પરિવારમાં શોક

રાજકોટ તા. ૧: શહેરના જુના મોરબી રોડ પર શ્રીનાથ ટ્રાવેલ્‍સ સામે રહેતાં હરેશભાઇ ગોપાલદાસ સોલંકી (ઉ.વ.૪૫) નામના આધેડને બળાત્‍કારના ગુનામાં આજીવન કેદની સજા પડી હોઇ સાડા ત્રણ વર્ષથી જેલમાં હોઇ અગિયાર દિવસના પેરોલ પર છુટીને બહાર આવ્‍યા બાદ તબિયત બગડતાં સારવાર માટે દાખલ કરાયા બાદ મૃત્‍યુ નિપજતાં પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો.

જાણવા મળ્‍યા મુજબ હરેશભાઇ સોલંકીની ૨૭મીએ તબિયત બગડતાં ટેન્‍શનના કારણે ડાયાબીટીસ વધી જતાં તેને સારવાર માટે દાખલ કરાયા હતાં. સારવાર દરમિયાન દમ તોડી દેતાં બી-ડિવીઝન પોલીસને જાણ કરવામાં આવતાં એએસઆઇ એ.વી. બકુતરા સહિતે જરૂરી કાર્યવાહી કરી હતી. વધુ તપાસ પીએસઆઇ એમ. આઇ. શેખ કરે છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્‍યા મુજબ હરેશભાઇ વિરૂધ્‍ધ બળાત્‍કારનો ગુનો નોંધાયા બાદ આજીવન કેદની સજા પડી હતી. જેના કારણે સાડા ત્રણેક વર્ષથી જેલમાં હતાં. એ પછી ગત ૧૮/૬ના રોજ તેને પેરોલ મળતાં જેલમાંથી બહાર આવ્‍યા હતાં. ૩/૭ના રોજ પરત જેલમાં હાજર થવાનું હતું. પરંતુ ૨૭મીએ તેની તબીયત બગડી જતાં દાખલ કરાયા હતાં. સારવાર કારગત ન નીવડતાં તેમનું મૃત્‍યુ થતાં સ્‍વજનોમાં શોક છવાઇ ગયો હતો. સંતાનમાં એક પુત્ર છે. મોતનું કારણ જાણવા તબિબે પોસ્‍ટમોર્ટમ વખતે વિસેરા લીધા હતાં.

(1:13 PM IST)