<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st July 2024

રાજકોટના આજી-૨ ડેમમાં જળસ્તર જાળવવા એક દરવાજો ૦.૧૫ મીટર ખોલાયો

હેઠવાસના ગામોને નદી વિસ્તારમાં અવરજવર નહીં કરવા તાકીદ


રાજકોટ: રાજકોટ જિલ્લાના રાજકોટ તાલુકા પાસે આવેલો આજી-૨ ડેમ તેની પૂર્ણ સપાટીએ ભરાતા રૂલ લેવલ જાળવવા ૧ દરવાજો ૦.૧૫ મીટર સવારે ૯.૧૪ કલાકે ખોલવામાં આવ્યો છે. આથી પડધરી તાલુકાના અડબાલકા, બાઘી, દહીંસરડા, ડુંગરકા, ગઢડા, હરીપર, ખંઢેરી, નારણકા, સખપર તથા ઉકરડા ગામોના લોકોને નદી વિસ્તારમાં અવરજવર ન કરવા તાકીદ કરવામાં આવી છે.
આ ડેમની હાલની સ્થિતિ ફુલ રિઝર્વિયર લેવલ ૭૩.૭૬ મીટર છે. જ્યારે લેવલ ૭૨.૫ મીટર છે. ઈનફ્લો ૩૪૦ ક્યુસેક તથા આઉટ ફ્લો ૩૩૯ ક્યુસેક છે, તેમ નાયબ કાર્યપાલક ઈજનેર-ક્વોલિટી કંટ્રોલ, સબ ડિવિઝન નંબર-૧, રાજકોટની યાદીમાં જણાવાયું છે.

(1:41 PM IST)