<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st July 2024

રાજકોટ જિલ્લાનાં ૮ ડેમોમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા નીરની આવક: ભાદર-૨મા અંદાજે ૪ ફુટની આવક

રાજકોટ:રાજકોટ જિલ્લામાં સાર્વત્રિક વરસાદના પગલે કુલ ૦૮ ડેમોમાં ૨૪ કલાકમાં નવા નીરની આવક થઇ છે. જેમાં મોજ ડેમ ૦.૯૮, ફોફળ ડેમ ૦.૫૯ ફૂટ, આજી-૧ ડેમ ૦.૧૩ ફૂટ, આજી-૨ ડેમ ૦.૨૩ ફૂટ, સુરવો ડેમ ૦.૩૩ ફૂટ, ન્યારી-૨ ડેમ ૦.૩૩, છાપરાવાડી-૨ ડેમ ૩.૨૮ ફૂટ અને ભાદર-૨ ડેમ ૩.૯૪ ફૂટ નવા નીરની આવક થઇ છે.
   આ સાથે રાજકોટ જિલ્લાના જળાશયના કેચમેન્ટ વિસ્તારમાં નોંધાયેલ સૌથી વધુ વરસાદ ભાદર-૨ ડેમમાં ૭૦ મી.મી,છાપરાવાડી-૨ ડેમમાં ૪૦ મી. મી, ફોફળ ડેમમાં ૮૭ મી.મી., મોજ ડેમમા ૫૦ મી.મી, આજી-૧ ડેમમાં ૧૦મી.મી, આજી-૨ ડેમમાં ૧૦ મી.મી., સુરવો ડેમમાં ૩૫ મી.મી. વરસાદ થયો છે, તેમ રાજકોટ સિંચાઈ વર્તુળ પુર એકમની યાદીમાં જણાવાયું છે.

(1:52 PM IST)