News of Monday, 1st July 2024
જામનગર રોડ ટીજીએમ પાછળ બાંધકામની સાઇટ પર વિજકરંટથી પ્રદિપ ચોૈહાણનું મોત
મુળ યુપીનો વતની યુવાન વેલ્ડીંગ કામ વખતે બૂટ ભીના હોવાથી કરંટ લાગતાં બેભાન થઇ ગયોઃ રાજકોટ હોસ્પિટલમાં દમ તોડયોઃ મજૂર પરિવારોમાં બનાવ

રાજકોટ તા. ૧: જામનગર રોડ પર ધ ગ્રાન્ડ મુરલીધર હોટેલ પાછળ જુના નારણકા ગામના પાટીયા પાસે બાંધકામની સાઇટ પર મજૂરી કામ કરી રહેલા યુપીના યુવાનનું વિજકરંટ લાગતાં મોત નિપજતાં મજૂર પરિવારોમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
જાણવા મળ્યા મુજબ મુળ યુપીનો વતની અને એકાદ વર્ષથી પડવલા રહી અલગ અલગ બાંધકામની સાઇટ પર મજૂરી કરતો પ્રદિપ સુભાષભાઇ ચોૈહાણ (ઉ.વ.૨૨) ગઇકાલે સાંજે જામનગર હાઇવે પર ટીજીએમ પાછળ અરવિંદભાઇના શેડના બાંધકામની સાઇટ પર હતો ત્યારે વેલ્ડીંગ કામ વખતે તેના બૂટ ભીના હોઇ વિજવાયર અડી જતાં જોરદાર કરંટ લાગતાં બેભાન થઇ ગયા હતો. તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દીધો હતો.
હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા, ભાવેશભાઇ, તોૈફિકભાઇ, ધર્મેન્દ્રભાઇએ પડધરી પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર ચાર ભાઇમાં ત્રીજો અને અપરિણીત હતો.
(2:06 PM IST)










