News of Monday, 1st July 2024
વીવીપીમાં ટ્રસ્ટી તરીકે પૂર્વ કુલપતિ પ્રો.નવીનભાઇ શેઠની નિમણુક

રાજકોટઃ વ્યવસાયી વિદ્યા પ્રતિષ્ઠાન ટ્રસ્ટ સંચાલીત વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજ, ઈન્દુભાઈ પારેખ સ્કૂલ ઓફ આર્કીટેકચર કોલેજ તથા કીચ સ્કૂલ ઓફ ઇન્ટિરિયર ડિઝાઇનમાં ટ્રસ્ટી તરીકેᅠ GTUમાં બે ટર્મ કુલપતિ રહી ચૂકેલા ડો. નવીનભાઈ શેઠની નિયુકતી કરવામાં આવી છે.
ડો.નવીનભાઈ શેઠેᅠ એમ ફાર્મ,ᅠ PH D, LL.B., PG DBM, સુધીનો અભ્યાસ કરેલ છે. તેઓᅠ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી. (જીટીયુ)નાᅠ બે ટર્મ સુધી રહ્યા,ᅠ રાજકોટની બી.કે.મોદી સરકારી ફાર્મસી કોલેજમાં પ્રિન્સિપાલ રહી ચુક્યા છે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફાર્મસી ડિપાર્ટમેન્ટના વડા અને ડીન તરીકે કામ કરેલું છે.ᅠ
તેમના નામે ત્રણ પેટન્ટ ગ્રાન્ટ થયેલ છે. રિસોર્સ પર્સન તરીકે જર્મની અમેરિકા, ચીન , પોલેન્ડ, આફ્રિકા,ઈરાન નેપાળᅠ વગેરે દેશોની યુનિવર્સિટીઓમાં પ્રવચન આપેલ છે. જુદા જુદા ૧૦૦ થી વધુ સંશોધન પત્રો પ્રસિધ્ધ જર્નલોમાં પ્રસિદ્ધ થયા છે.કેન્દ્ર સરકાર દ્વારા યુ જી સી., એઆઈસીટીઈ, ગુજરાત વિદ્યાપીઠ વગેરેમાં અનેક કમિટીઓના સભ્ય તરીકે ફરજ બજાવે છે.ᅠ
વી વી પી ના ટ્રસ્ટીઓ કૌશિકભાઈ શુક્લ, હર્ષલભાઈ મણીયાર, ડો સંજીવભાઈ ઓઝા અને ડો નરેન્દ્રભાઈ દવે સાથે હવે ડો. નવીનભાઈ શેઠની ટ્રસ્ટી તરીકે નિમણુંક થતા શિક્ષણ ક્ષેત્રે તેમના બહોળા અનુભવનો વી. વી પી. અને સમગ્ર રાજકોટ તથા સૌરાષ્ટ્રને લાભ મળશે.
(3:05 PM IST)










