તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Monday, 1st July 2024
કોળી ઠાકોર સેનાના સૌરાષ્ટ્ર મહિલા પ્રમુખપદે મીનાબેન જાદવની વરણીઃ અભિનંદન વર્ષા

રાજકોટઃ કોળી ઠાકોર સેનાના સૌરાષ્ટ્ર મહિલા પ્રમુખ પદે મીનાબેન જાદવની વરણી કરવામાં આવી છે. રાજ્યમાં સમસ્ત કોળી સમાજ એક નેજા હેઠળ આવે તેના ભાગરૂપે સંસ્થાના પ્રમુખ જયેશ ઠાકોરના માર્ગદર્શનમાં આગામી દિવસોમાં શિક્ષણક્ષેત્રે ભાર, સામાજિક પ્રવૃતિઓ, સંગઠનને મજબુત બનાવવા, યુવાઓને રોજગાર મળે તેવા પ્રયત્નો કરવામાં આવશે તેમ જણાવાયું હતું. તસ્વીરમાં મીનાબેન જાદવ, પ્રવિણાબેન રાઠોડ, અનસુયાબેન ધોળકીયા, અંજનાબેન ડાભી, વિધિબેન ગોહેલ, ઉર્મિયાબેન એન્ધાની અને વાંક જસુબા નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
(3:37 PM IST)










