<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st July 2024

રાજકોટમાં ૧૧મીથી ચાર દિવસ આંતરરાષ્‍ટ્રીય બીટુબી મીટઃ ૯ દેશોના ઉદ્યોગપતિઓ હાજર રહેશે

રાજકોટઃ સૌરાષ્‍ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા ડી.જી.એફ.ટી.-ભારત સરકારના સહયોગથી આગામી તા.૧૧ થી ૧૪ જુલાઇ , ૪ દિવસની આંતરરાષ્‍ટ્રીય બિઝનેસ સમિટ, બી૨બી મીટ અને ફેકટરી વિઝિટનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે. જેમાં બુર્કિનાફાસો, ટોગો, ટીનિસૂયા, ડી.આર.કોંગો, ઝામ્‍બિયા, ફીજી, ઘાના, નેપાળ અને ઝિમ્‍બાબ્‍વેના બિઝનેસમેન ભાગ લેશે. ઝામ્‍બિયા અને ફીજી દેશના હાઇ કમિશનર મુખ્‍ય મહેમાન તરીકે જ્‍યારે શ્રી રોહિત સોની, જોઇન્‍ટ ડી.જી.એફ.ટી. રાજકોટ અતિથિ વિશેષ પદે ઉપસ્‍થિત રહેશે. સૌરાષ્‍ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ છેલ્લા ૧૦ વર્ષથી વિદેશી બિઝનેસ પ્રતિનિધિ મંડળોને નિમંત્રિત કરીને નિકાસ વેપાર વૃધ્‍ધિ માટે કાર્ય કરી રહેલ છે. આ દરમ્‍યાન લગભગ ૬૦ કરતા વધુ દેશોમાંથી ૧૨૦૦ કરતા વધુ બિઝનેશમેન રાજકોટની મુલાકાત લઇ ચૂકયા છે. આ બિઝનેસમેન દ્વારા રાજકોટ અને સૌરાષ્‍ટ્રના લગભગ ૫૦૦ જેટલા ઉદ્યોગોની મુલાકાત લીધેલ. ૧૦ વર્ષના સમયગાળા દરમ્‍યાન લગભગ ૩૦૦૦ કરોડનો નિકાસ વેપાર થયાનો અંદાજ લગાવી શકાય. તેમ યાદીમાં જણાવાયું છે.આંતરરાષ્‍ટ્રીય બિઝનેસ સમિટ બી૨બી મીટ અને ફેકટરી વિઝિટમાં ભાગ લેવા રજીસ્‍ટ્રેશન માટે ઇમેઇલ [email protected] અથવા વોટસએપ નં. ૭૯૮૪૨ ૮૫૭૩૦ ઉપર સંપર્ક કરવો. તસ્‍વીરમાં મયુર ખોખર અને વિશાલ તડપદા નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(3:38 PM IST)