<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st July 2024

જિલ્લા પંચાયતની નવી કચેરી કેવી બનશે ? સભ્‍યો સમક્ષ પ્રસ્‍તુતિ

રાજકોટઃ જિલ્લા પંચાયતની વર્તમાન કચેરી (અકિલા ચોક-રેસકોર્ષ)ના સ્‍થાને ટુંક સમયમાં નવી કચેરીનું કામ શરૂ થનાર છે. આજે પંચાયતના સભાખંડમાં અધિકારીઓએ ચૂંટાયેલા સભ્‍યો સમક્ષ પ્રેઝન્‍ટેશનમાં ૩પ કરોડના ખર્ચે બનનાર નવી કચેરીની ડીઝાઇન, સુવિધા વગેરે સહિત માહિતી આપેલ. આ પ્રસંગે પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રવીણાબેન રંગાણી સહિત ૧પ જેટલા સભ્‍યો હાજર રહ્યા હતા. જિલ્લા વિકાસ અધિકારી શ્રી નવનાથ ગવ્‍હાણેના માર્ગદર્શન હેઠળ નવી કચેરી નિર્માણની યોજનાની કામગીરી ચાલી રહી છે. હવે ગણતરીના દિવસોમાં જ વર્તમાન વહીવટી સ્‍થળાંતર સાથે કચેરીની હયાત ઇમારત તોડવાનું શરૂ થશે.

(3:38 PM IST)