<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st July 2024

ભાજપની યોજના મુજબ વૃક્ષારોપણમાં રાજકોટ જિલ્લો ગુજરાતમાં સૌથી આગળ

કુલ ૪૮૩૦ પૈકી રાજકોટ ગ્રામ્‍ય ભાજપનું ૯૧૧ નું વૃક્ષારોપણ

રાજકોટઃ તા. ૧: ભાજપ દ્વારા એક પેડ કે નામ અભિયાન હાથ ધરવામાં આવ્‍યુંછે. તા. ૨૬ જુનથી વૃક્ષારોપણ શરૂ થયુ છે જેમાં પાર્ટી યોજના મુજબ વૃક્ષારોપણ કરી સરેલ એપ.માં જોડાવામાં સમગ્ર રાજયમાં અત્‍યારે રાજકોટ જિલ્લા ભાજપ નંબર વન પર છે.

પ્રારંભિક દિવસોમાં પક્ષના હોદેદારો અને મુખ્‍ય કાર્યકરોએ વૃક્ષારોપણ કરવાનું હતું. તા. ૨૯ સવારની સ્‍થિતિ મુજબ ગુજરાતમાં ૪૮૩૦ વૃક્ષારોપણ થયા જેમાં સૌથી વધુ ૯૧૧ રાજકોટ ગ્રામ્‍ય ભાજપના છે. રાજકોટ શહેરના ૧૩૭ છે. અરવલ્લી જિલ્લાએ ૬૨૦ અને અમદાવાદ જિલ્લાએ ૨૧૦ વૃક્ષારોપણ કર્યુ છે. હજુ અભિયાન ચાલુ રહેશે.

(3:40 PM IST)