<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st July 2024

સહકાર વિભાગનાં ઉચ્‍ચ અધિકારી આર. એમ. આસોડીયાનો નિવૃતિ વિદાય સમારોહ યોજાયો

૩૯ વર્ષ સુધી સહકારી ક્ષેત્રે સફળતાપૂર્વક સેવા-ફરજ બજાવી : ‘‘જ્ઞાન રત્‍ન'' અધિકારી તરીકે ઓળખાતા હતાં: કાયદાના ઉંડા અભ્‍યાસુ હતા

રાજકોટ તા. ૧: અત્રેની બહુમાળી ભવન ૭માં માળે અધિક રજીસ્‍ટ્રાર સહકારી મંડળીઓ રાજકોટ વિભાગીય કચેરીના વડા સૌરાષ્‍ટ્ર-ઝોનના વડા આર. એમ. આસોડીયા તા. ૩૦-૬-ર૦ર૪ના રોજ વય મર્યાદાસર નિવૃત થતા તેઓને રાજકમોટ વિભાગના તમામ જીલ્લાના અધિકારી-કર્મચારીઓ દ્વારા ભવ્‍ય વિદાયમાન આપવામાં આવ્‍યું.

આસોડીયાએ ગુજરાત રાજયના એક જિલ્લાને બાદ કરતા તમામ જિલ્લામાં કામગીરી કરેલ છે. સરકારી સેવામાં ૩૯ વર્ષ સુધી સેવાઓ બજાવેલ છે. સહકારી કાયદાનું ઉંડાણથી જ્ઞાન ધરાવતા શ્રી આસોડીયાને સાત રત્‍ન અધિકારી તરીકે ઓળખવવામાં આવતા હતા સહકારી કાયદામાં નિષ્‍ણાંત અધિકારી અન્‍ય કાયદાનું જ્ઞાન પણ ખૂબ સારૂં ધરાવતા હતા. શ્રી આસોડીયાએ અનેક રાજકીય પરિવારો સામે વિકટ સ્‍થિતિમાં સારી કામગીરી કરતા સહકાર જાણકાર અધિકારીથી ખોટ ચાલશે. નાનામાં નાના કર્મચારીને દેખરેખ રાખનારા આ અધિકારી કર્મચારીઓના પ્રશ્‍નો ઉકેલવામાં માહેર હતા.

શ્રી આસોડીયાના વિદાય સમારોહમાં જુદી જુદી સહકાર વિભાગની કચેરીના અધિકારીશ્રીઓએ હાજર રહી નિવૃત્તિ વિદાય માનની શુભેચ્‍છાઓ પાઠવી હતી જેમાં શ્રી ખંધાર શ્રી ટી. સી. તરયાણી જિ. રજિ.થી શ્રી કપુરીયા ગીર-સોમનાથ-જામનગર જિ. રજિ. શ્રી એન. ડી. ગોહેલ સુરેન્‍દ્રનગર-બોટાદ જિ. રજિ.શ્રી રીના મેડમ વિગેરે હાજર રહી શુભેચ્‍છાઓ પાઠવી હતી.

શ્રી આસોડીયા નિવૃત વિદાય સાથે તેજ કચેરીના સબ ઓડિટરશ્રી એમ. એમ. જોગીયાને પણ નિવૃત વિદાયમાન અપાયું હતું. શ્રી જોગીયાની કામગીરીથી પ્રશંસા કરવામાં આવી હતી.

(3:59 PM IST)